________________ નેપાળથી સિલેન સુધી 135 પાંચ છ દિવસે ગયાના ભિક્ષુને જવાબ આવ્યો. તેમાં તેણે ચારુબાબુ પર ખૂબ જ ઠલવ્યો હતો. તેણે લખ્યું હતું કે ધર્મપાલ તરફથી પિતાની જ ખરચી તેને વખતસર નથી મળતી ને જેનું તેનું કરજ કાઢી ચલાવવું પડે છે. ત્યાં વળી આવા વિદ્યાર્થીને સિલોન મેકલવામાં પોતે શી મદદ કરી શકે ? ચારુબાબુએ મને કહ્યું: “ગયાવાળા ભિક્ષુ તમને મદદ કરવા ભાગતા નથી. અહીં અમારી પાસે પણ કંઈ ઝાઝું ફંડ નથી. અમે તમને ત્રણ રૂપિયા આપીશું; એટલામાંથી જે કંઈ બની શકે તે કરો.” ત્રણ રૂપિયામાં જગન્નાથપુરી સુધી જઈ શકાય એમ હતું. ત્યાંથી ભિક્ષા માગતાં માગતાં મદ્રાસ સુધી જવું, * અને ત્યાંની મહાબોધિ સભા મદદ કરે તે રેલમાં અને નહિ તો પગરસ્ત તુતિ કરીને પહોંચવું, અને આગબોટના ભાડા પૂરતા પૈસા કાઈ ને કઈ રીતે મેળવી સિલોન જવું એવો વિચાર કર્યો. ચારુબાબુને આ વાત ગમી અને તેમણે મદ્રાસની મહાબધિ સભાના મંત્રી એમ. સિંગારવેલૂ ઉપર અને ધર્મપાલ ઉપર એમ બે કાગળ મને લખી આપ્યા. મારે કોટ વગેરે સામાન મેં પૉને દઈ દીધો. ફક્ત એક લોટ, બે ધોતિયાં, બે બંડી, એક ધાબળો અને ફેટ એટલે સામાન સાથે રાખે. પુસ્તકે ચારુબાબુને સોંપ્યાં અને કહ્યું કે, “હું ખેમકુશળ સિલોન પહોંચે તે પુસ્તક ટપાલમાં મોકલી દેજે; નહિ તો પછી મહાબોધિ સભાને વાચનાલયમાં દાખલ કરી દેજો.” ચારુબાબુ સભાના મકાનમાં સાંજના છથી આઠ વાગ્યા સુધી રહેતા. પછી પિતાને ઘેર જતા. જગન્નાથપુરીની ગાડી સવારે સાત કે આઠ વાગ્યે ઊપડતી તેથી આગલી સાંજે જ મેં ચારુબાબુની વિદાય લીધી. તેમણે મને હાવડા સ્ટેશન સુધી પહોંચાડી આવવા પાને હુકમ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .