________________ નેપાળથી સિલોન સુધી 123 આટલી મદદ લો.” એમ કહી બટવામાં હાથ નાંખી તેણે એક રૂપિયે મારા હાથમાં મૂક્યો. મેં તે કમને લીધે. આ મહંત તરફથી બીજી કશી મદદ મળવાની હવે આશા ન રહી. તેથી વળી પાછો પેલા ભિક્ષુ પાસે ગયા અને અનેક રીતે તેને વીનવ્યો પણ તેને મારી દયા ન આવી. તેણે ચિડાઈને કહ્યું: તમે હિંદુસ્તાનના લોક મોટા લબાડ. તેમાંય બ્રાહ્મણે તે અતિશય જ લબાડ. હજુ થોડા જ દિવસ પર બે બ્રાહ્મણે મારી પાસે આવ્યા અને તમારી પેઠે જ કલકત્તે થઈને સિલોન જવું છે એમ કહી આઠ રૂપિયા લઈ ગયા. પણ તેઓ મહાબોધી સભામાં ન જતાં ક્યાં ગયા તેનો પત્તો સરખો નથી! હવે તમારે તે હું કઈ રીતે વિશ્વાસ કરું?” મેં કહ્યું: “તમને મારો વિશ્વાસ ન આવતો હોય તો મારાં પુસ્તકો, એક ધાબળો અને કોટ એટલું હું તમને સોંપું છું. આની કિંમત ઓછામાં ઓછી દસ રૂપિયા થશે. મને ફક્ત કલકત્તે પહોંચવા જેટલી મદદ કરે, અને હું કલકત્તા પહોંચ્યા પછી જ્યારે તમારા પૈસા મોકલું ત્યારે જ મારાં પુસ્તકે મને મોકલજે.” બહુ બહુ વાનાં કર્યા પણ તેને મારી છાંટાભાર દયા ન આવી. - બીજે દિવસે મેં બુદ્ધગયા છેડ્યું અને રાત્રે ગયા સ્ટેશને આવ્યો. ત્યાં એક દક્ષિણી જાત્રાળુનો ભેટો થયો. તેને મારી મુશ્કેલી જણાવી મેં કહ્યું, “મારી પાસે દોઢ રૂપિયા છે. મારો તમામ સામાન લઈને મને જો તમે ત્રણ રૂપિયા આપો તે તમારે પાડ.” પણ આ ગૃહસ્થ સુધ્ધાં પેલા ગોરોના સહવાસથી કઠણ કાળજાનો થઈ ગયો હોવો જોઈએ. તેણે કહ્યું, “પૈસા હતા તે જાત્રામાં ખચી નાંખ્યા. છતાં બે રૂપિયામાં આપતા - હે તો લઉં.' મેં કહ્યું, " આ સામાન તમને મફત જ આપ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gu Aaradhak Trust