________________ આપવીતી આપતાં મારા હાથમાંથી સરી પડી દુકાનની અંદરના ભાગમાં રડી ગઈ દુકાનદારે અને તેની સ્ત્રીએ થોડી વાર શોધવાનો ફારસ કર્યો, અને નથી જડતી એવું બહાનું કાઢી ન આપી. છેવટે દુર્ગાનાથ પાસેથી થોડાક પૈસા ઉછીના લઈ મેં કામ પતાવ્યું. બીજે દિવસે સવારે વહેલા ઊઠી નેપાળનો પહેલે ઘાટ ચઢવાની શરૂઆત કરી. આને નેપાળી લોક ગઢી કહે છે. આ ગઢીનું નામ ઘણું કરીને ખરીગઢી હતું. એની ટોચ ઉપર નેપાળ સરકારનું નાકું છે અને કડક બંદોબસ્ત રહે છે. દરેક માણસની અહીં ઝડતી લેવાય છે અને અપરિચિત માણસને પરવાના વગર આગળ જવા દેતા નથી. દુર્ગાનાથ પાસે બધા મળી પાંચ પરવાના હતા. એટલે તેમાં મારા બે ભેટિયા મજૂરને સમાવેશ થાય એમ ન હતું. આથી અમે એમ ઠરાવ્યું કે, એકી વટાવીને પેલી તરફ થોડેક સુધી મારે મારો સામાન ઉચકી જવો અને પેલા ભોટિયાઓને ખાલી આગળ જવા દેવા. તેઓ આ પ્રાંતના હોવાથી તેમને પરવાનાની જરૂર નથી હોતી. પણ તેઓ જે કઈ પરદેશી માણસની સાથે હોય તો તેમને પરવાનાની જરૂર પડે છે. ગઢી ચઢતાં ચઢતાં હું થાકીને લોથ થઈ ગયો. તેમાં વળી નાકા આગળ આવી પહોંચતાં બધે બે પંડે ઊંચકવા વખત આવ્યા. તે પણ માંડ માંડ મેં તે નાકા સુધી પહોંચાડ્યો. ત્યાં અમારાં કપડાંલત્તાંની ઝડતી લેવાઈ ઝડતી દરમ્યાન નાકાના સિપાઈ એ મારાં માજા ચેર્યો. વળી પાછો સામાન ઊંચકી આગળ ચા. પણ પેલા ભોટિયા મજૂર ક્યાં નજરે ન પડે. એ લોકે તે ખાસા આગલે મુકામે પહોંચી નિરાતે આરામ લેતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust