________________ આપવીતી કરેલું પાણી. પણ ભૂખની વેળાએ એવું એવું પણ અમને ખૂબ મીઠું લાગતું. રાત્રે રસ્તામાં પાંચ છ માઈલને અંતરે આવતી ઝૂંપડીઓવાળાની દુકાને મળતા ગોળ અને પૌવા ખાઈ લેતા. પણ આ નેપાળને ગોળ એટલો ખરાબ અને છે કે મેં તે ખાવાનું છોડી દીધું. અને એકલા પૌવા ઉપર જ સંતોષ માનવા લાગ્યો. અમે એક નદીને કાંઠે કાંઠે ચાલતા હતા. હજી તો હું પથારીમાં હોઉં ત્યાં દુર્ગાનાથ મને આવીને કહેતો, “મેં નાહી લીધું.” આ માણસ ક્યારે ઊડ્યો, ક્યારે નદીએ ગયે અને આવી કડકડતી ટાઢમાં તે કઈ રીતે નાહ્યો એની મને જ નવાઈ લાગતી. હું કહેતો કે, “તમે નેપાળી લેકે જબરા, ટાઢની કે પવનની તમને કશી પરવા જ * ન મળે! મને તે આવા પરોઢિયામાં નદીએ નાહવું એ તદ્દન અસંભવિત લાગે છે.” બીરગંજથી નીકળ્યાને ત્રીજે દિવસે * અમે નદીને કાંઠે જ એક દુકાનદારની ઝૂંપડીમાં રાત રહ્યા હતા. ઝૂંપડીમાંથી નદી દેખાતી હતી. પણ પાણી સુધી જવાનો રસ્તો એવો વિકટ હતો કે પહોંચતાં ખૂબ વખત લાગે. નજીકનો એક રસ્તો હતો પણ તે ઊભી કરાડ ઊતરીને નીચે જતા હોવાથી ઘણો જ જોખમભરેલો હતો. હું સવારે વહેલે જાગે પણ ટાઢ કહે મારું કામ, તેથી હજુ પથારીમાં જ પડી રહ્યો હતો. એટલામાં દુર્ગાનાથ ઊડ્યો અને પિતાની નાહવાની તૈયારી કરવા લાગ્યો. એક નાના પંચપાત્રમાં પાણું લઈ પિતાની વેંત જેટલીને અડકાયું; પછી બે કાન તથા આંખે અને કપાળે પાણી અડકાડી સ્નાનવિધિ પૂરો કર્યો ! પછી મને કહે છે, “અરે ! તમે હજી સૂતા જ છો? મેં તો સ્નાન પણ કરી લીધું.' મેં કહ્યું : “અરે ભાઈ! હું તો ટાઢને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust