________________ આપવીતી મારી સાથે લાવ્યો હતો. તે અહીંના એક દુકાનદાર પાસે મૂક્યાં. આ સિવાય માધવાચાર્યે આપેલી જૂની ધાબળી, બે મારી ધાબળીઓ, અને બીજા ઘેડાંક પુસ્તક એટલો સામાન મારી સાથે હતા. કઈ મજૂર ન મળવાથી આ બધે સામાન મારે ઉપાડવો પડ્યો. પણ બે ત્રણ માઈલ ચાલતાં જ હું તદ્દન થાકી ગયે. ત્રણ દિવસથી પેટ ભરીને ખાવા તે નહોતું જ મળ્યું. અને તે ઉપર આટલો ભાર લઈને ત્રણ માઈલ ચાલતા જવું એ મારા જેવા અશક્ત માણસને માટે અશક્ય હતું. અહીંથી જ પાછા ફરવાનો વિચાર કેટલીયે વાર મનમાં આવ્યો. પણ નેપાળ ન જાઉં તો પછી બૌદ્ધધર્મનું જ્ઞાન કેમ મેળવી શકાશે, એ વિચારે પાછા ફરવાનો વિચાર ઉપર જય મેળવ્યો. આખરે રસ્તામાં એક મુસલમાન મજૂર મળ્યો. તે ભીમફેદી સુધી દેઢ રૂપિયામાં આવવા કબૂલ થયો અને તેણે મારી પાસે સામાન પોતાને માથે લીધું. બીરગંજથી પાંચ માઈલ ઉપર એક ગામ (આ ગામનું નામ આજે યાદ નથી.) છે ત્યાં અમે પહેલે મુકામ કર્યો. તે રાત અમે પિૌંવા અને ગોળ ખાઈને વિતાવી. બીજે દિવસ એટલે બુધવારે અમે લગભગ દસ માઈલ ચાલ્યા. અહીંથી નેપાળની તરાઈ પૂરી થઈ હિમાલયની તળેટીમાં આવેલાં જંગલની શરૂઆત થઈ નેપાળના પહાડી મુલક અને તરાઈને મુલક એવા બે ભાગ છે. તરાઈ ભાગ નેપાળને અંગ્રેજ સરકાર પાસેથી મળે છે. તરાઈમાંની વસ્તી હિંદી લોકોની છે. ફક્ત સરકારી અમલદારે નેપાળી છે. બીરગંજમાં એક મોટો નેપાળી અમલદાર રહે છે. નેપાળી સરકારને આ તરાઈ મુલકની આવક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust