________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત ઉત્કૃષ્ટ આયુ પાળી કાળમાસે કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમની સ્થિતિવાળા નારકીઓને વિષે નારકીપણે ઉત્પન્ન થયો. ત્યારપછી ત્યાંથી અનંતર ચ્યવીને આ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયની મૃગાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે મૃગાદેવીના શરીરમાં ઉજ્જવળ યાવતુ જવલંત વેદના ઉત્પન્ન થઈ જ્યારથી મૃગાપુત્ર દારક મૃગાદેવીની કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે, ત્યારથી મૃગાદેવી વિજયરાજાને અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ થઈ. ત્યારપછી તે મૃગાદેવીએ અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો - એ પ્રમાણે હું વિજય ક્ષત્રિયને પૂર્વે ઇષ્ટ આદિ, ધ્યેયા, વિશ્વસનીયા, અનુમતા હતી. જ્યારથી મારી કુક્ષિમાં આ ગર્ભ ગર્ભપણે ઉત્પન્ન થયો છે, ત્યારથી હું વિજય ક્ષત્રિયને અનિષ્ટ યાવત્ અમનોજ્ઞ થઈ છું. વિજય ક્ષત્રિય મારા નામ કે ગોત્રને પણ ગ્રહણ કરવા ઇચ્છતા નથી. તો મારી સામે જોયું કે ભોગોપભોગ તો ક્યાંથી જ હોય ? તેથી મારે નિશ્ચે આ ગર્ભને ઘણા ગર્ભશાતન-પાતન-ગાલન-મારણ વડે શાતના આદિને યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કર્યો. વિચારીને ઘણા જ ખારા, કડવા, તૂરા આદિ ગર્ભશાતન ઔષધને ખાતી અને પીતી તે ગર્ભનું શાતન આદિ કરવાને ઇચ્છવા લાગી, પણ તે ગર્ભનું શાસન-પાતન-ગલન-મરણ ન થયું. ત્યારે તેણી શ્રાંત, તાંત, પરિતાંત, અકામિત, પરાધીન થઈ દુઃખે દુઃખે ગર્ભને વહેવા લાગી. તે બાળક ગર્ભમાં હતો ત્યારે જ તેને આઠ નાડી શરીરમાં અને આઠ નાડી શરીરની બહાર વહેતી હતી, આઠ પરુને અને આઠ લોહીને વહાવતી હતી. બન્ને નાડી કાનના છિદ્રમાં, બબ્બે આંખમાં, બબ્બે નાકમાં, બબ્બે ધમનીમાં વારંવાર પરુ-લોહીને ઝરતી હતી. તે બાળક ગર્ભમાં હતો ત્યારથી જ અગ્નિક નામે વ્યાધિ પ્રગટેલો, તેથી તે બાળક જે કંઈ ખાતો, તે તુરંત વિધ્વંસ પામતો હતો અને પરુ તથા લોહીપણે પરિણમતો હતો. તે પણ તે પરુ અને લોહી ખાઈ જતો. પછી તે મૃગાદેવીએ અન્ય કોઈ દિવસે નવ માસ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો, જે જાતિઅંધ યાવત્ આકૃતિ માત્ર હતો. ત્યારે તે મૃગાદેવી તે બાળકને હૂંડ અને અંધરૂપ જુએ છે. જોઈને ભયભીત આદિ થઈને અંબેધાત્રીને બોલાવે છે. અંબધાત્રીને કહ્યું - હે દેવાનુપ્રિયા ! તમે આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દો. ત્યારપછી તે અંબધાત્રીએ મૃગાદેવીને ‘તહત્તિ' કહી આ અર્થને સ્વીકાર્યો. સ્વીકારીને વિજય ક્ષત્રિય પાસે આવી, આવીને બે હાથ જોડી, આમ કહ્યું - હે સ્વામી! મૃગાદેવીએ નવ માસ પૂર્ણ થતાં યાવત્ આકૃતિ માત્ર છે. પછી તે મૃગાદેવી, તે હુંડ અને અંધરૂપને જોઈને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, સંજાતભય થઈને મને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! તું જા અને આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકી દો. તો હે સ્વામી ! આજ્ઞા આપો કે આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકુ કે નહીં? ત્યારે તે વિજય ક્ષત્રિયે, તે અંબધાત્રી પાસે આ વાત સાંભળી, તે રીતે જ સંભ્રાંત થઈ ઊભો થયો, થઈને મૃગા. દેવી પાસે આવ્યો, આવીને મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપ્રિયા ! આ તારો પહેલો ગર્ભ છે, જો તું આને એકાંત ઉકરડામાં ફેંકીશ, તો તારી પ્રજા સ્થિર થશે નહીં, તો તું આ બાળકને ગુપ્ત રીતે ભોંયરામાં કોઈ ન જાણે તેમ ભોજન-પાન વડે પાલન-પોષણ કરતી વિચર. તો તારી પ્રજા સ્થિર થશે, ત્યારે મૃગાદેવીએ વિજય ક્ષત્રિયની આ વાતને ‘તહત્તિ’ કહી વિનય વડે સ્વીકારી, સ્વીકારીને તે બાળકને ગુપ્ત રીતે ભોંયરામાં કોઈ ન જાણે તેમ ભોજન-પાન વડે પાલન કરતી રહી. હે ગૌતમ ! મૃગાપુત્ર બાળક પૂર્વ કાળકૃત્ ચિરંતન યાવત્ કર્મને અનુભવતા વિચરે છે. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 10