________________ પુષ્પો આપીને શ્વેતવસ્ત્રથી આંખો બંધ કરવી, પછી સમવસરણમાં બિરાજમાન જિનબિંબ તરફ પુષ્પો નાખવાનું કહેવું. પુષ્પ બહાર પડે તો આલોચન-ચતુદશરણાદિ કરાવવા. આ વિધિ ત્રણ વાર કરાવવી પછી કોમળ વચનો દ્વારા નિષેધ કરવો, આ વિધિના કથનથી સમકિત આરોપણ પણ કેટલા બધા ગુણોની અપેક્ષા રાખે છે તે સૂમબુદ્ધિથી વિચારવું. ભગવાન પર પુષ્પો પડે તો આત્મનિવેદનાદિ વિધિપૂર્વક સમ્યક્ત ઉચ્ચરાવવું. સાધકની દીક્ષા સમ્યફ કેવી રીતે બને ? શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, શુશ્રુષા, ધર્મરાગ, સાધર્મિકપ્રેમ, જીવાદિતત્ત્વોનો બોધ, ગુરુભક્તિ, દેવગુરુની વૈયાવચ્ચ વગેરે ગુણોની પ્રતિદિન વૃદ્ધિ એ ભાવ દીક્ષાનું નિર્દોષ લક્ષણ છે. 3. ચૈત્યવંદનવિધિ પંચાશક : ચૈત્યવંદન ત્રણ પ્રકારના હોય છે તે નમસ્કારના ભેદથી તેમજ ભાવના ભેદથી હોય છે. તેમાં ભાવભેદ અપુનર્બન્ધકાદિને હોય છે તેમ કહી તેના લક્ષણો બતાવ્યા. તથા (1) ઉપયોગનો અભાવ (2) સૂત્રોના અર્થોની વિચારણાનો અભાવ (3) અરિહંત પરમાત્મા આદિના ગુણો ઉપર બહુમાનનો અભાવ (4) અપૂર્વ જિનવંદના કરવા મળી છે ઇત્યાદિ વિસ્મયનો અભાવ. (5) અવિધિ કરવાથી સંસાર વધી જશે. એવા ભયનો અભાવ. આ દ્રવ્યવંદનાના લક્ષણો છે, આનાથી વિપરીત ભાવવંદનાના લક્ષણો છે. મુદ્રાથી યુક્ત વંદના થવી જોઈએ તેમજ તે ચૈત્યવંદના કોને હોય? તેમાં ગ્રંથિદેશ, ગ્રંથિ વગેરેનું વર્ણન કર્યું છે. શુદ્ધ અને અશુદ્ધવંદનાની ચર્ચા સાચો રૂપિયો અને નકલી રૂપિયાના દૃષ્ટાન્ત દ્વારા વર્ણવી છે. ભાવ અને વર્ષોચ્ચારઆદિ વિધિ એ બંનેથી રહિત વંદના અશુદ્ધ છે, તે પ્રાયઃ અતિસંક્લેશવાળા જડબુદ્ધિવાળા જીવોને હોય છે તથા પાંચમાં આરામાં તો વિશેષથી દુર્ગતિરૂપ ફળવાળી થાય છે. તથા ચૈત્યવંદનમાં સૂત્રોના અર્થમાં સભ્યશ્રદ્ધાદિ રૂપ ભાવ ન હોવાથી મૃષાવાદથી યુક્ત છે. આ વાતોને સારી રીતે વિચારીને અશુદ્ધ વંદનાનો દરેક સાધકે ત્યાગ કરવો. ભૂતકાળમાં અનંતવાર ચૈત્યવંદના કરી પણ તે અશુદ્ધ હોવાથી કર્મક્ષય ન થવાથી ગુણપ્રાપ્તિ ન થઈ આથી જ મોક્ષપ્રાપ્તિ ન થઈ. શ્રદ્ધાયુક્ત ભક્તિરૂપભાવથી અને સ્પષ્ટ ઉચ્ચાર, ઉચિત મુદ્રા આદિ શુદ્ધિથી સહિત વંદના શુદ્ધ છે, જેને નિકટમુક્તિગામી જીવો જ પામી શકે છે, તેના ત્રણ લક્ષણો આ પ્રમાણે છે. (1) વિધિનું ભાવથી પાલન (2) વિધિની શ્રદ્ધા અને (3) વિધિ પ્રત્યે અષ. વગેરે રજૂઆત આ પંચાશકમાં જણાવેલ છે. 4. જિનપૂજાવિધિ પંચાશક : જિનપૂજાવિધિમાં પાંચ પ્રકારના દ્વારની વિચારણા 21