________________ કહી શકાય. આ ગ્રંથના વિવિધ મુદ્દાઓનું અને સંક્ષેપથી વર્ણન કરાય છે. આ ગ્રંથમાં મુખ્ય બે વિભાગ છે. (1) શ્રાવક ધર્મ અને (2) સાધુ ધર્મ શ્રાવકધર્મનું વર્ણન 1 થી 10 પંચાશકમાં અને સાધુધર્મનું વર્ણન 11 થી 19 પંચાશકમાં કર્યું છે. 1. શ્રાવકધર્મવિધિ પંચાશક : પરલોકમાં હિતકારી જિનવચનને દંભરહિત ઉપયોગપૂર્વક જે સાંભળે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વનો ક્ષયોપશમ હોવાથી અસગ્રહ-કદાગ્રહ હોતો નથી તથા શુશ્રુષાદિ ગુણો વિશેષરૂપે હોય છે. ગુરુ મહાવ્રતધારી જ હોઈ શકે છે તેમની પાસે ધર્મશ્રવણ કરી સમ્યક્તપૂર્વક વ્રતોનો સ્વીકાર કરવો. તે વ્રતો પ્રાણાતિપાત વિરમણ અણુવ્રત વગેરે 12 પ્રકારે છે. દરેક વ્રતના પાંચ અતિચારો છે જેનો વ્રતધારી શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. સમ્યક્ત અને વ્રતોના પરિણામ ટકાવવા અવજ્ઞાદિ દોષોનો ત્યાગ કરવો તથા ગ્રહણ કરેલ સમ્યક્ત અને વ્રતોનું સદા સ્મરણ કરવું અને બહુમાનભાવ ધારણ કરવો તથા તેના પ્રતિપક્ષ મિથ્યાત્વ, પ્રાણિવધ આદિ ઉપર જુગુપ્સાભાવ રાખવો તથા તીર્થંકરભક્તિ, સુસાધુ સેવા અને અધિકગુણપ્રાપ્તિની ઇચ્છા રાખવી. શ્રાવકની સવારે ઉઠીને નવકાર ગણવા વગેરે સંપૂર્ણ દિનચર્યા જણાવી છે. શ્રાવક રાત્રિમાં જાગ્રત થતા સ્ત્રી શરીરના સ્વરૂપની વિચારણા તથા સૂક્ષ્મ પદાર્થોની વિચારણા કરી સંવેગને ઉત્પન્ન કરવો જોઈએ વગેરે શ્રાવકના વ્રતસંબંધી અનેક પદાર્થો આ પંચાશકમાં સ્પષ્ટ કર્યા છે. 2. જિનદીક્ષાવિધિ પંચાશક : દીક્ષા એટલે ચિત્તનું મુંડન કરવું, ચિત્તને ક્રોધાદિષાયરહિત બનાવવું તે દીક્ષા કહેવાય. દીક્ષાને યોગ્ય કોણ? જેનામાં દીક્ષા પ્રત્યે રાગ હોય, લોકવિરુદ્ધનો ત્યાગ કર્યો હોય અને સુંદર ગુરુનો યોગ પ્રાપ્ત થયો હોય તે દીક્ષાને યોગ્ય કહેવાય છે દીક્ષારાગનાં લક્ષણો (1) દીક્ષીત જીવોને જોઈને હું ક્યારે આ દીક્ષાને પામું તેવો ભાવ તે પહેલું લક્ષણ (2) વિપ્નોનો અભાવ બીજું લક્ષણ. (3) નિકાચિત અશુભ કર્મના ઉદયથી વિઘ્નો આવે તો પણ દીક્ષામાં ચિત્તની અતિશય સ્થિરતા રહે તે ત્રીજું લક્ષણ. કોઈની નિંદા ન કરવી વગેરે લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કહેવાય તેમજ જ્ઞાનાદિયુક્ત સાધુ કહેવાય, તેનો યોગ સ્વપ્ર વગેરે દ્વારા થાય છે. આવો જીવ દીક્ષા લેવા આવે ત્યારે સમવસરણ વગેરેની સ્થાપના કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે કે નહી તે માટેની પરીક્ષા માટે દીક્ષાર્થીને હાથમાં સુગંધી 20