________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 002 ભગવંતો વડે તેમજ તેમના શિષ્યો વડે તે આગમના વિષય-વિષયી વિભાગની અપેક્ષાએ ત્રણ ભેદ કહેવાયા છે. (1) અર્થાગમ, (2) જ્ઞાનાગમ અને (3) વચનાગમ. (1) અર્થાગમ - અર્થ એટલે પદાર્થ, આગમમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે તે પદાર્થને અર્થાગમ કહેવામાં આવે છે. સામાન્યનયની અપેક્ષાએ પરમાર્થથી સતુ જીવ અને અજીવ એ બે પદાર્થો અર્થાગમ છે કારણકે તેમાં જગતના સર્વ વ્યક્તિરૂપ પદાર્થ અર્થાતુ દરેકે દરેક પદાર્થનો સંગ્રહ (= સમાવેશ) થઈ જાય છે. વિશેષનયની અપેક્ષાએ સમય (=કાળ) અને પાંચ અસ્તિકાય, જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાય) એ છ દ્રવ્યો (જેમનું વર્ણન આગમમાં કરવામા આવ્યું છે) તે અર્થાગમ છે. (2) જ્ઞાનાગમ- આગમથી શેય પદાર્થોનો જે વિવેચનાત્મક (પરિચ્છેદાત્મક) બોધ (અપ્રતિલબ્ધિ) થાય છે તેને જ્ઞાનાગમ કહેવાય છે. તે બોધ આગમમાં વર્ણવેલા દ્રવ્ય અને પર્યાયના સ્વભાવવિષયક અને વસ્તુવિષયક હોય છે. તેમાં આગમનો પ્રસિદ્ધ વસ્તુવિષય એ અભિલાપ્ય પદાર્થોના ધર્મો જણાવવાનો છે અને સ્વભાવવિષય એ દરેક પદાર્થનું સજાતીય વિજાતીય પદાર્થથી વ્યાવૃત્ત (ભિન્ન) અસાધારણ લક્ષણ જણાવવાનો છે : (3) વચનાગમ- સ્વ-પર શાસ્ત્રોના જાણકાર, અતિપ્રકૃષ્ટ દીર્ધમતિના ક્ષયોપશમવાળા પૂજ્યપાદ ચૌદપૂર્વધર આદિ (શાસ્ત્રકારો)ના વચનો એ વચનાગમ છે. આ વચનાગમ એ સકલ શાસ્ત્રોમાં વ્યાપક છે અર્થાત્ સકલ શાસ્ત્રોનો એમાં સમાવેશ થઈ જાય છે, પ્રજ્ઞાપનીય પદાર્થોના અનંતમાં ભાગના જ અભિલાપ્ય પદાર્થોના ધર્મોનું એમાં સમાનપરિણામવાચક શબ્દો વડે નિરૂપણ કરાયેલું છે. (પોતપોતાની અર્થક્રિયા કરવામાં જે સમર્થ હોય તે જ પદાર્થ કહેવાય છે. ત્રણેય કાળના વિષયભૂત ઘટ આદિ પદાર્થોમાં જે અર્થક્રિયા સામર્થ્યરૂપ ઘટવ આદિ સામાન્ય ધર્મ રહેલો છે તેના વાચક હોવાથી શબ્દોને સમાનપરિણામપાતી કહેવામાં આવે છે.) વળી આ વચનાગમ એ સર્વ વ્યવહારનું કારણ છે, હેય-ઉપાદેય અને ઉપેક્ષણીય પદાર્થોનું નિરૂપણ કરનાર છે. પંડિતોને માટે આદરણીય છે, અતિશય કુશળતાથી વર્ણવેલું હોવાથી તેમાં નિર્વિવાદપણે સર્વ વેદ્ય અને વેદકનું સ્વરૂપ બુદ્ધિ સમક્ષ સ્કુરાયમાન થતું હોય છે. વળી સ્વ-પરસિદ્ધાન્તના ઉપદેશનું તેમાં અવ્યભિચારીપણે વર્ણન હોય છે. (સ્વ-પર સિદ્ધાંતોનો તેમાં તત્ત્વદૃષ્ટિવડે સમન્વય કરેલો હોવાથી) તે પરમાર્થથી તો એકરૂપ જ છે. કારણકે અજ્ઞાનના કારણે ઊભો થતો વિસંવાદ તત્ત્વદૃષ્ટિવાળામાં હોતો નથી. વળી આ વચનાગમમાં શિષ્ટ પુરુષોને માન્ય, મૂળાગમને અનુસરનારા, નિષ્કલંક, પંડિત પુરુષોએ પ્રજ્ઞાવડે સમાલોચન કરેલા, સર્વ પ્રાણીઓના હિતને અવિરોધી એવા અનુષ્ઠાનોનું નિરૂપણ હોય છે. વળી તે વિદ્વાન પુરુષોને મહોદયના આનંદનો હેતુ છે, સર્વ શાસ્ત્રોના રહસ્યમય બોધને પ્રસારનાર છે. વાગીશ્વરદેવતાથી અધિષ્ઠિત, અડતાલીશ હજાર દિવ્યકોશથી ભરપૂર પ્રાભૃત. આ પ્રાભૃત જે ચૌદપૂર્વને ધરનારા પૂજય પુરુષો છે. તેમને તે અતિપ્રતીત જ છે. (આગમના આ ત્રણ ભેદોમાં જ્ઞાનાગમ અને વચનાગમનો વિષય અર્થાગમ છે. વચનાગમ એ વિષયી જ છે. જ્યારે જ્ઞાનાગમ એ અર્થાગમની અપેક્ષાએ વિષયી છે અને વચનાગમની અપેક્ષાએ વિષય છે.)