________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 133 મોક્ષની પ્રાપ્તિ થવી એ મહાન ફળ છે. એની અપેક્ષાએ સ્વર્ગાદિના ભોગોપભોગની પ્રાપ્તિ થાય એ તો અત્યંત તુચ્છ ફળ છે. જે વીતરાગપરમાત્મા સંબંધી અનુષ્ઠાનોથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે એનાથી માત્ર સ્વર્ગાદિ સુખોની પ્રાપ્તિ કરવી એ લધુતાજનક છે, અકિંચિકર છે. માટે અપ્રધાનદ્રવ્યસ્તવની અધ્યાત્મમાર્ગમાં મહત્તા ગણાતી નથી. જે પ્રધાનદ્રવ્યસ્તવ પરંપરાએ પણ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે તેની જ મહત્તા છે. || ર૬ ! 6/15 પ્રધાનદ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બંને શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન છે. તેથી શુભ પરિણામના હેતુ તરીકે બંને સમાન છે તો પછી પ્રધાનદ્રવ્યસ્તવને દ્રવ્યસ્તવ શાથી કહેવામાં આવે છે? તેને ભાવસ્તવ શાથી કહેવામાં આવતું નથી ? આ શંકાનું સમાધાન આપતાં કહે છે : उचियाणुट्ठाणाओ, विचित्तजइजोगतुल्लमो एस। जंता कह दव्वथओ? तद्दारेणऽप्पभावाओ // 260 // 6/16 છાયા :- કવિતાનુBIનવાર્ વિચિત્રતિયોગાતુન્ય પુષઃ | __ यत्तत् कथं द्रव्यस्तवः? तद्द्वारेणाल्पभावात् // 16 // ગાથાર્થ :- પ્રધાનદ્રવ્યસ્તવ એ સ્વભૂમિકાને યોગ્ય ઉચિત શાસ્ત્રોક્ત અનુષ્ઠાન હોવાથી સાધુના વિવિધ વ્યાપારની સમાન જ છે. તો પછી તેને દ્રવ્યસ્તવ શાથી કહેવામાં આવે છે ? અર્થાત્ તેને ભાવસ્તવ કહેવામાં કેમ નથી આવતું? આ પ્રશ્નનું સમાધાન આપતાં ગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે જિનપૂજાદિના નિર્માણ આદિ દ્વારા કરાતા દ્રવ્યસ્તવમાં સાધુના સ્વાધ્યાય-ધ્યાનાદિ અનુષ્ઠાનોના સંદેશ ઊંચા ભાવો હોતા નથી. તેમાં ભાવની અલ્પતા હોવાના કારણે તેને ભાવસ્તવ કહેવામાં આવતું નથી. ટીકાર્થ :- ‘ાસ'= આ પ્રધાનદ્રવ્યસ્તવ ‘ગં'= જે કારણથી ‘દયાળુકી IIo'= પોતાને ભૂમિકાને યોગ્ય શ્રાવકોને માટે ઉચિત-વિહિત અનુષ્ઠાન હોવાથી ‘વિચગફુનો તુચ્છ'= સાધુના સ્વાધ્યાય - ધ્યાન આદિ વિવિધ વ્યાપારના જેવો જ છે, કારણ કે સાધુના વ્યાપારની જેમ આ દ્રવ્યસ્તવ પણ આગમવિહિત જ છે. “તા'= તો પછી "'= શાથી ‘બૂથમો'?ઃ તે દ્રવ્યસ્તવ કહેવાય છે ? “તદારે '= દ્રવ્ય દ્વારા આ સ્તવ થતો હોવાથી ‘પમાવાયો'= સાધુના સ્વાધ્યાયાદિ વ્યાપાર કરતાં તેમાં ભાવની અલ્પતા હોય છે. | ર૬૦ + 6/6 પૂર્વે કહેલા સમાધાનની સ્પષ્ટતા કરતાં જણાવે છે : जिणभवणादिविहाणहारेणं एस होति सुहजोगो। उचियाणुट्ठाणं पिय, तुच्छो जइजोगतो णवरं // 261 // 6/17 છાયા :- નિમવનાિિવધાનધારા ષો મતિ ગુમયોગ: I उचितानुष्ठानमपि च तुच्छो यतियोगतो नवरम् // 17 // ગાથાર્થ :- આ દ્રવ્યસ્તવ એ જિનભવન આદિના નિર્માણ દ્વારા શુભ વ્યાપાર અને ઉચિત અનુષ્ઠાન પણ બને છે, (સ્વરૂપથી તે શુભ નથી) તો પણ સાધુના વ્યાપાર કરતાં તે તુચ્છ, અસાર છે. (કારણ કે સાધુના સ્વાધ્યાયાદિ સર્વ વ્યાપારો સ્વરૂપથી શુભ છે.) ટીકાર્થ:- ''= આ દ્રવ્યસ્તવ નામવાવવિદીપા'= જિનભવનાદિના નિર્માણ દ્વારા ‘નવર'=