SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 106 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद જીવોને સામાયિક આપવામાં આવતું નથી, તો પછી જે અવશ્ય દીક્ષા છોડી દેવાનો છે એવા ખેડૂતના જીવને કેવલજ્ઞાની ભગવાને દીક્ષા શા માટે આપી ? આ પ્રશ્નનો જવાબ આપે છે કે '= આ સામાયિકથી ‘પારૂ વિ'= અવશ્ય ભ્રષ્ટ થનાર હોવા છતાં (ખેડૂતને) '= વાક્યાલંકારમાં છે. ‘વયં તિ'= ભાવ સામાયિકનું બીજ થશે એમ માનીને ‘મફસUIT'= કેવલજ્ઞાની વડે. ‘વિ '= સામાયિક અપાયું. આ પદનો ભાવાર્થ :- અતિશયજ્ઞાની સર્વજ્ઞ ભગવાન મહાવીરસ્વામીએ ખેડૂતના જીવને, તે અવશ્ય દીક્ષા છોડી દેવાનો જ છે એમ જાણવા છતાં જે દીક્ષા આપી તેનું કારણ એ છે કે તેમણે કેવલજ્ઞાનથી જાણ્યું હતું કે આ જીવને (પૂર્વ=) આ જન્મમાં અવ્યક્તસામાયિકની સ્પર્શના દ્વારા તેવા પ્રકારનો સામાયિક પ્રત્યેનો દ્વેષ દૂર થઈ જવાથી કાલાન્તરે ભવાંતરમાં ચોક્કસ વ્યક્તસામાયિકની પ્રાપ્તિ થશે જ. આમ અત્યારનું તેનું અવ્યક્તસામાયિક એ ભવાંતરમાં તેને વ્યક્તસામાયિક અપાવનાર બીજભૂત હોવાથી અતિશયજ્ઞાની ભગવાને તેને દીક્ષા આપી. અતિશયજ્ઞાની આ પ્રમાણે કરે તો તેમાં દોષ નથી, પણ જેમને અતિશયજ્ઞાન નથી તે દરેકે તો યોગ્ય જીવને જ સામાયિક આપવું જોઇએ, ગમે તે અયોગ્ય જીવને સામાયિક આપવું નહિ. કારણ કે એના માટે ઉત્તમ પુરુષો જ યોગ્ય છે. 224 / 9/20 જે સામાયિક સુભટભાવ તુલ્ય હોવાથી તેમાં આગારો નથી તો સામાયિકવાળાને નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં પણ આગારો યુક્ત નથી કારણ કે આગારો એ સુભટભાવતુલ્ય સામાયિકના ભાવોનો બાધક છે એ આશંકા કરીને ગ્રંથકાર કહે છે : तस्स उपवेसणिग्गमवारणजोगेस जह उअववाया। मूलाबाहाए तहा, णवकाराइम्मि आगारा // 215 // 5/21 છાયા - તી તુ પ્રવેનિમ-વાર-યોગેનુ યથા તુ ૩પવારી: I मूलाबाधाया तथा नवकारादौ आगाराः // 21 // ગાથાર્થ :- સામાયિકવાળા સાધુની અમુક સ્થાનમાં પ્રવેશ કરવાની કે અમુક સ્થાનમાંથી બહાર નીકળવાની પ્રવૃત્તિને, અમુક યોગમાંથી નિવૃત્તિ કરવાની કે અમુક યોગમાં પ્રવૃત્તિ કરવાની વગેરે અપવાદિક પ્રવૃત્તિઓ જેમ તેના મૂળ સામાયિકભાવને બાધક નથી બનતી તેમ નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાંના આગારો પણ તેના મૂળ સામાયિકભાવને બાધક બનતા નથી. ટીકાર્થ :- “તસ 3= સામાયિકના ‘પવેનિમવારનોને!'= ‘પવેસ'= આલય= ઉપાશ્રયાદિ કોઈ સ્થાનમાં પ્રવેશ કરવો, ' f મ'= તે સ્થાનમાંથી બહાર નીકળવું, આ બંને ક્રિયા પરસ્પર વિરુદ્ધ હોવાથી એક જ સાધુ તે બંનેને એક સાથે કરી શકતો નથી. જ્યારે તે પ્રવેશ કરે છે ત્યારે તે નિર્ગમ નથી કરતો, જ્યારે તે નિર્ગમ કરે છે ત્યારે પ્રવેશ નથી કરતો કારણ કે આ બંને ક્રિયા પરસ્પર ત્યાગપૂર્વક સ્થિતિ કરનારી છે. અર્થાત્ તે બંનેમાંથી એકને છોડે તો બીજી કરી શકાય છે. ‘વીરા'= નિષેધ, નિવૃત્તિ કરવી. ‘નોન'= વ્યાપાર કરવો, પ્રવૃત્તિ કરવી. આ નિવૃત્તિ અને પ્રવૃત્તિ બે ક્રિયા પરસ્પર વિરુદ્ધ હોવાથી બંનેને એકસાથે કરી શકાતી નથી, એકને છોડે તો બીજી કરી શકાય છે, અર્થાત્ આ પ્રવેશ-નિર્ગમ, નિવૃત્તિ-પ્રવૃત્તિરૂપ ક્રિયામાં વર્તમાન ભાવસામાયિકવાળા સાધુની “નદ 3'=
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy