________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 097 વિનય કરવા વડે ‘સM'= સમ્યક્ રીતે- અર્થાત્ દેશકાળની અપેક્ષાએ ઔચિત્યને આશ્રયીને- અવસરોચિત તેને ગ્રહણ કરે, પરંતુ સ્વાધ્યાય-ધ્યાનાદિમાં વિદનભૂત થાય એમ ગમે તે રીતે ગ્રહણ ન કરે. ‘૩વત્તો' પ્રત્યાખ્યાનના સૂત્રમાં જ ઉપયોગ રાખવા પૂર્વક ગ્રહણ કરે, એ સમયે પ્રત્યાખ્યાન સિવાય બીજામાં ઉપયોગ ન રાખે, કારણ કે ઉપયોગ વગર કરાતું અનુષ્ઠાન એ દ્રવ્યાનુષ્ઠાન ગણાય છે. ' માસંતી'= પચ્ચક્ખાણ આપનાર ગુરુભગવંત બોલે છે તેમની સાથે સંપૂર્ણ પ્રત્યાખ્યાનસૂત્રને ઉચ્ચારતો ગ્રહણ કરેઅર્થાત્ પોતે મંદસ્વરે પ્રત્યાખ્યાનસૂત્રને બોલતો હોય, ‘પરૂવલ્લુ'= જે જે વસ્તુના પચ્ચકખાણ કરવાના હોય તે તે દરેક વસ્તુ ‘ના '= પ્રત્યાખ્યાનસૂત્રના અર્થનો પોતે જાણકાર હોય.“નાસિકI'= જાણકાર એવા સાધુની પાસે પચ્ચક્ખાણ ગ્રહણ કરે. . 216 1/5 ___ एत्थं पुण चउभंगो, विण्णेओ जाणगेयरगओ उ। सुद्धासुद्धा पढमंतिमा उ सेसेसु उ विभासा // 200 // 5/6 છાયા :- ૩મત્ર પુનશ્ચર્મ વિયો જ્ઞાતર તત્ | शुद्धाशुद्धौ प्रथमान्तिमौ तु शेषयोस्तु विभाषा // 6 // ગાથાર્થ :- અહીં પ્રત્યાખ્યાનની ગ્રહણવિધિમાં જાણકાર અને અજાણકાર એ બે સંબંધી ચાર ભાંગા જાણવા. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, ચોથો ભાંગો અશુદ્ધ છે. બાકીના ભાંગાઓમાં શુદ્ધાશુદ્ધનો વિકલ્પ છે. ટીકાર્થ :- ‘પ્રત્યે પુ'= આ પ્રત્યાખ્યાનની ગ્રહણવિધિના અધિકારમાં ‘૩મં'= ચાર પ્રકાર અર્થાત્ ભાંગા વંતુર અને મં શબ્દનો કર્મધારય સમાસ કર્યો છે. અહીં '' શબ્દમાં જાતિ અર્થમાં એકવચન કરેલું છે, ‘વિઘમ'= જાણવા. ‘નાયરામો 3'= પ્રત્યાખ્યાનના વિષયમાં કુશળ અને અકુશળ પુરુષસંબંધી ‘સુદ્ધાસુદ્ધા પઢમંતિમ '= પહેલો ભાગો શુદ્ધ છે, ચોથો ભાંગો અશુદ્ધ છે. કારણ કે પહેલા ભાંગામાં સંપૂર્ણ વિધિ રહેલી છે; ચોથામાં અપૂર્ણ વિધિ છે. “સેતુ 3= બાકીના બીજા-ત્રીજા ભાંગામાં ‘વિમાસા'= શુદ્ધ-અશુદ્ધપણાનો વિકલ્પ છે. અર્થાત્ તે અમુક રીતે ગ્રહણ કરાય તો શુદ્ધ છે. અન્યથા અશુદ્ધ છે. ચાર ભાંગા - (1) પચ્ચકખાણ લેનાર જાણકાર છે, આપનાર પણ જાણકાર છે. (2) લેનાર જાણકાર નથી, પચ્ચક્ખાણ આપનાર જાણકાર છે. (3) લેનાર જાણકાર છે, પચ્ચકખાણ આપનાર જાણકાર નથી. (4) લેનાર જાણકાર નથી, પચ્ચકખાણ આપનાર જાણકાર નથી. 200 1/6 बिइए जाणावेउं, ओहेणं तइए जेट्ठगाइंमि। कारणओ उण दोसो, इहरा होइ त्ति गहणविही // 201 // 5/7 છાયા :- દ્વિતીયે જ્ઞાયિત્વ શોધેન તૃતીયે ચેષ્ટાવો | कारणतस्तु न दोष इतरथा भवतीति ग्रहणविधिः // 7 // ગાથાર્થ :- બીજા ભાગમાં પ્રત્યાખ્યાન લેનારને પ્રત્યાખ્યાનસંબંધી સામાન્ય સમજણ આપીને પ્રત્યાખ્યાન કરાવે તો શુદ્ધ છે. ત્રીજા ભાંગામાં કારણસર અજ્ઞાન એવા પણ આચાર્ય ભગવંતના મોટાભાઈ આદિની પાસે પ્રત્યાખ્યાન લે તો શુદ્ધ છે- અન્યથા આ બે ભાંગા અશુદ્ધ છે. આ પ્રમાણે પ્રત્યાખ્યાન લેવાની વિધિ છે.