________________
(૧૬ર) વિવિધ પુષ્પવાટિકા.
જે પ્રાતિહાર્ય શુભ આઠ અશોક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમની સુરનાદ દક્ષ; બે ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર હે વિમલનાથ ! સુદુંદુભી તે. સંડાણ છે સમ સદા ચતુરસ્ત્ર તારું, સઘણ વાષભાદિ દીપાવનારૂં અજ્ઞાન ક્રોધ મદ મેહ હર્યા તમેએ, એવા અનંત પ્રભુને નમિયે અમોએ. જે કર્મવેરી અમને બહુ પીડનારા, તે કર્મથી પ્રભુ તમેજ મૂકાવનારા; સંસારસાગર થકી તમે તારનારા, શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા. શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાંતિ, માતા સુભવ્ય અચિરા તમ પુત્ર શાંતિ; શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં સ્વરૂપ બનાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિ સુકમલ માંસ કાપ્યું, તેવા મહા અભયદાનથી ગર્ભવાસે, મારી ઉપદ્રવ ભયંકર સર્વ નાચે. આ તીર્થનાયક થયા વલી ચકવતી, બને લહી પદવીઓ ભવ એક વતી; જે સાર્વભૌમ પદ પંચમ ભેવીને, તે સલમા જિન તણા ચરણે નમીને. ૧ સમચોરસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com