________________
શ્રી રત્નાકર પચ્ચીશી. (૧૫૭) નવકાર મંત્ર વિનાશ કે.ધે અન્ય મંત્ર જાણુંને, કુશાસ્ત્રનાં વાક વડે હણી આગની વાણીને; કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા, મતિ ભ્રમ થકી રને ગુમાવી કાચ કટકા મેં ગ્રા. ૧૨ આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રબાણે ને પધર નાભી ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જેમાં અતિ. ૧૩ મૃગનયની સમ નારી તણું મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૫ પણ ગૂઢ અતિ; તે શ્રત રૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણે નથી, ઉત્તમ વિલાસ કળા તણી દેદિપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ ! અભિમાનથી અકડ ફરું, ચેપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫ આયુષ્ય ઘટતું જાય તે પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્ર પણ હું ધર્મને તે નવ ગણું બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તે પણ અરે, દીવ લઈ કુવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે! ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com