________________
(૧૫૬) વિવિધ પુષ્પવાટિકા. મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અ૫ પણ પામે નહિ; જન્મ અમારા જિન ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તેપણ પ્રભુ ! ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું છું તે વિભુ ! પત્થર થકી પણું કઠણ મારું મન ખરે ક્યાંથી દવે, મરકટ સમા આ મન થકી હું તે પ્રભુ ! હાર્યો હવે. ૭ ભમતા મહા ભવસાગરે પાપે પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરૂં, કેની કને કીરતાર આ પિકાર હું જઈને કરૂં. ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યનાં રંગે ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા; વિદ્યા ભણ્ય હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને હારથી દાંભિક અંદરથી રહું. મેં મુખને મેલું કર્યું છે પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપેટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું, હે નાથ! મારું શું થશે ચાલાક થઈ ચૂકયે ઘણું. કરે કાળજાને કતલ પીડા કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયે ઘણી; તે પણ પ્રકાસ્યું આજ લાવી લાજ આપ તણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને.
૧૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com