________________
શ્રી જ્ઞાનવિમળ કૃત પાંચ વ્યવહારની ઢાલ (૧૩૫) શ્રીમાન જ્ઞાનવિમલસૂરિ કૃત પાંચ વ્યવહારની ઢાલ.
(એ છીંડી કિદાં રાખી–એ દેશી. ) શ્રી જિનવરદેવે ભવિ હેતે, મુગતિ તણે પંથ દાખે જ્ઞાન દર્શન ચારિત્ર તપ ચઉવિધ, એથી શિવસુખ ચાખે રે. આતમ! અનુભવ ચિત્તમાં ધારે, જેમ ભવ ભ્રમણનિવારે રે.આ. ૧ જ્ઞાન થકી સવી ભાવ જણાયે, દશને તાસ પ્રતીત. ચારિત્ર આવતાં આશ્રવ રંધે, પૂર્વ શેષે તપ નિત રે. આ. ૨ જ્ઞાન દર્શન બહુ સહચારી, ચારિત્ર તસ ફલ કહિયે; નિરાસંશ તપ કર્મ ખપાવે, તે આતમ ગુણ લહિયે રે. આ. ૩ તે ચારિત્ર નિશ્ચયથી નિજ ગુણ, સુમતિ ગુપ્તિ વ્યવહાર જ્ઞાનકિયા સમ્મત ફલ કહિયે, ચારિત્રને નિરધાર રે. આ. ૪ તે વ્યવહાર કહ્યો પણ ભેદ, પંચમ અંગ મેઝાર; પ્રથમ આગમ ગ્રુત ને આ ધારણા છત વિચાર છે. આ. ૫ કેવલી મણુપજવ ને એહી, ચઉદ પૂર્વ દશ પૂર્વ નવ પૂર્વ લગે ખટ વિધ આગમ-વ્યવહારી હાય સર્વ ૨. આ. ૬ શેષ પૂર્વ આચાર પ્રક૯૫હ (ક), છેદાદિક સવી જાણ; શ્રત વ્યવહાર કહીજે બીજો, અતિશય વિણ જે નાણ રે. આ. ૭ દેશાંતર સ્થિત બેડું ગીતારથ, જ્ઞાન ચરણ ગુણ વલગા; કેઈ કારણથી મિલન ન હવે, તિણ હેતે કરી અલગા રે. આ. ૮ પ્રશ્ન સકલ પૂછેવા કાજે, ગુણ મુનિ પાસે મૂકે; તેહ ( થી ) ગ્રહીને ઉત્તર ભાખે, પણ આશય નવી ચૂકે રે. આ. ૯ તેની આણ તહત કરીને, જે નિઃશંક પ્રમાણ જેમ તૃષિત સર નદી ન પામે, પણ તસ જલે તૃષાહાણ રે. આ. ૧૦
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com