________________
(૧૨) વિવિધ પુષ્પવાટિકા. હું પામ્ય સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર; આલસુઆ ગુરૂ શિષ્યને છે, તે તે વચન પ્રકાર. મ. ૧૨ ધી (એ) જે તે પતિઆવવુંછ, આપ મતે અનુમાન; આગમને અનુમાનથીજી, સાચું લહે સુજ્ઞાન. મ. ૧૩ નહીં સર્વજ્ઞ જૂજૂઆછે, તેહના જે વલી દાસ; ભગતી દેવની પણ કહીજી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મ. ૧૪ દેવ સંસારી અનેક છે જ, તેહની ભક્તિ વિચિત્ર એક રાગ પર દ્વેષથીજી, એક મુક્તિની અચિત્ર. મ. ૧૫ ઇંદ્રિયાથે ગત બુદ્ધિ છે , જ્ઞાન છે આગમ હેત, અસંમેહ શુભ કૃતિ ગુણેજી, તેણે ફલ ભેદ સંકેત. મ. ૧૬ આદર કિરિયા રીત ઘણીજી, વિઘન ટલે મિલે લછી; જિજ્ઞાસા બુદ્ધિ સેવનાજી, શુભકૃતિ ચિન્હ પ્રત્યચ્છી. મ. ૧૭ બુદ્ધિ ક્રિયા ભવફલ દીયેજી, જ્ઞાન ક્રિયા શિવ અંગ; અસંમેહ કિયા દિયે, શીધ્ર મુક્તિ ફલ ચંગ. મ. ૧૮ પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન; એહ માર્ગ તે શિવ તણો, ભેદ લહે જગ દીન. મ૧૯ શિષ્ય ભણી જિન દેશનાજી, કહે જન પરિણતી ભિન્ન
કહી મુનિની નય દેશના, પરમારથથી અભિન્ન. મ. ૨૦ શબ્દ ભેદ ઝગડે કિયે છે, પરમારથ જે એક; કહે ગંગા કહા સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક. મ૦ ૨૧ ધર્મ ક્ષમાદિક પણ મિટે, પ્રગટે ધર્મ સન્યાસ; તે ઝગડા ઝાંટા તજી, મુનિને કવણ અભ્યાસ. મ. ૨૨ અભિનિવેશ સઘલે તજજ; ચાર લહી જેણે દષ્ટિ, તે લેશે હવે પંચમીજી, સુયશ અમૃત ઘન વૃષ્ટિ. મ૦ ૨૩ ૧ ચોક્કસ કરવું. ૨ લખે—જાણે. ૩ પાઠાંતર-કહે. ૪ પાટ ઝોટા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com