________________
(ર) વિવિધ પષ્પવાટિકા
હાલ ૬ ઠી. (મુનિ મન સરોવર હંસલ-એ દેશી.) અવર ઇસ્ય નય સાંભલી, એક ગ્રહે વ્યવહારો રે, મર્મ દ્વિવિધ તસ નવી લહે, શુદ્ધ અશુદ્ધ વિચારો રે. ૧ તુજ વિણ ગતિ નહીં જંતુની, તું જગજંતુને દી રે; જીવીએ તુજ અવલંબને, તું સાહેબ ચિરંજીવે છે. તુ. ૨ જેહ ન આગમે વારિયે, દીસે અશઠ આચાર રે, તેહ જ બુધે બહુમાનિયે, શુદ્ધ કહ્યો વ્યવહાર રે. તુ૩ જેહમાં નિજ મતિ ક૯૫ના, તેહથી નવી ભવપાર રે; અંધ પરંપરા (એ) બાંધિયે, તેહ અશુદ્ધ આચાર રે. ૮૦ ૪ શિથિલ વિહારીએ આચર્યા, આલંબને જે ફૂડાં રે, નિયતવાસાદિક સાધુને, તે નવી જાણીએ રૂડાં રે. ૮૦ ૫ આજ ન ચરણ છે આકરૂં, સંહનાનાદિક દેશે રે; એમ નિજ અવગુણ એલવી, કુમતિ કદાગ્રહ પિષે રે. ૮૦ ૬ ઉત્તર ગુણ માહે હીણલા, ગુરૂ કાલાદિક પાખે રે, મૂલ ગુણે નહીં હીણલા, એમ પંચાશક ભાખે છે. તુ ૭ પરિગ્રહ ગ્રહ વશ લિગિયા, લઈ કુમતિ રજ માથે રે; નિજ ગુણ પર અવગુણ લહે, ઇંદ્રિય વૃષભ ન નાથે રે. . ૮ નાણુ રહિત હિત પરિહરી, નિજ દંસણુ ગુણ લૂસે રે; મુનિ જનના ગુણ સાંભલી, તેહ અનારજ રૂસે છે. તુo ૯ અણુ સમ દોષ જે પર તણે, મેરૂ સમાન તે બોલે રે; જેહશું પાપની ગોઠડી, તેહશું હૈયડું ખેલે રે. ૧૦ સૂત્ર વિરૂદ્ધ જેહ આચરે, થાપે અવિધિના ચાલા રે, તે અતિ નિવિડ મિથ્યા મતિ, બેલે ઉપદેશ માલા રે. 1. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com