________________
શુદ્ધિપત્રને લગતી ખાસ સૂચના.
આ બુકમાં એ ગ્રંથના ભાષાંતર આપવામાં આવેલા છે. તેમાં પેલું સદ્દગુણાનુરા ગી મુનિ કર્યુ રવિજયજનું કરેલું છે અને બીજું શ્રીમદ્દ સાગરાનંદ સૂરિજીનું કરેલું છે. પ્રેસમાં છપાતાં ટાઈપ બરાબર ન ઉઠવાથી, પ્રૂફ તપાસનારની ભૂલ તેમજ વિષય નહીં સમજવાથી કેટલીક અશુદ્ધિ રહી ગઈ છે. તેનું શુદ્ધિ પત્ર કરવા જઇએ તે વિસ્તાર થાય તેમ છે અને તેવા શુદ્ધિ પત્રનો ઉપયોગ બહુધા કરવામાં આવતા નથી, તેથી તેવા પ્રયાસ ન કરતાં ખાસ બે ચાર બાબતો સંબધી વાંચનારને સહેલાઈથી સમજી શકવા માટે ઉપયોગી થવા તેમજ કાંઈ છાપનારની ભૂલ ચૂઈ હોય તો તે દૂર થવા આ નીચે લખવામાં આવ્યું છે. | પૃષ્ઠ. ૧૩૧ ઉપર ૧૫ મા સૂત્રનો અર્થ સમજાય તેવી છપાણી નથી તે અર્થ નીચે પ્રમાણે વાંચવો.
“ અઢી દ્વીપમાં ફરતા સૂર્ય ચં કે કાળ વિભાગ કરેલ છે તે આ. પ્રમાણે અસખ્યાત સમયે આવલિકા, સંખ્યાતી ૧ વળીએ એક ઉછવાસ નિઃશ્વાસ, સાત શ્વાસે એક સ્તક, સાત સ્તોકે લવ, ૩૮II લવે નળિકા, બે નળિકાએ એક મુદત્ત, ૩૦ મુદતે અથવા ૬૦ ઘડીએ એક અહોરાત્ર, ૧૫ અહોરાત્રે એક પક્ષ, એ પક્ષે એક માસ, બે માસે એક ઋતુ, ત્રણ ઋતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષ એક યુગ, ૮૪ લાખ વર્ષે એક પૂર્વાગ, ૮૪ લાખ પૂર્વા ગે એક પૂર્વ, અસખ્યાત વર્ષે એક પલ્યોપમ, દશ કાડાકાડી પલ્યોપમે એક સાગ
૧ વળી ૪૪૪૬ ઝાઝેરી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com