________________
~
~~~~
~~~
~~~~~
~
શ્રી સત્તરભેદી પૂજા. (૧) રત્નજડીત અતિ શોભતી, કનક કળી સાર; સરસ બરાસ સુખડ ભરી, લેપે જગદાધાર. ઉત્તમ દ્રવ્ય મેળવી, ધરીએ ઉત્તમ ભાવ; જન્મ મરણથી વીમી, લહીએ શિવસુખ દાવ.
ઢાળી, સુણે ચંદાજી શ્રી મંધર પરમાતમ પાસે જાજે એ દેશી ભવિ ભાવ ધરી, શ્રી જિનવરની ચંદનપૂજા કીજે; ભવસિંધુ તરી, શ્રી જિનવર પૂજીને લાહે લીજે. સુંદર સેવનના થાળ મહી, મૃગમદ કુમકુમ એ દ્રવ્ય લહી; પરમાતમ ગુણમાં લીન થઈ–ભવિ ભાવ ધરી, ૧ જગપતિ નવ અંગે તીલક કરી, કરે ગાત્ર વિલેપન હર્ષ ધરી; લહે શીતળ સુખ નીજ અંગ ભરી–ભવિ ભાવ ધરી. ૨ પ્રભુ ચરણ જાનું કરશે બંધ* વિષે શીર ભાલ વિશાળ ને કંઠછ દીસે. કરે હદય નાભી મનડુ હસે ભવિ ભાવ ધરી, સુરપતિ અતિ અનુપમ સાજ ગ્રહી, પ્રભુ પૂજે મેરૂ ગિરીદ જઈ રાચે મનમાં કૃતકૃત્ય ભઈ ભવિ ભાવ ધરી, તેમ શ્રાવક પૂજા કરે રંગે, લઈ દ્રવ્ય ભાવ અતિ ઉમંગે, તે “રસિક” વરે મુક્તિ સંગે–ભવિ ભાવ ધરી ૫
ઈતિ શ્રી દ્વિતીય ચંદનપૂજા સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com