________________
જય છે, ત્યારે હિંદુ કોમ અને જૈન કેમની સંખ્યામાં ઘટાડે થતું જાય છે. અહીં એ વિચારવાનું છે કે હિન્દુજાતિ કરેડની સંખ્યામાં છે, એટલે તેને સંખ્યા-હાસ નજરમાં ન આવી શકે, પણ જૈન જેવી નાનક કેમને જે ક્ષય-રોગ વર્ષોથી લાગુ પડેલો છે તેની ભયાનકતા તે દુનિયાની નજરે તરી રહી છે. આ વિષેના પોકારે વર્તમાન પત્રમાં અવારનવાર થયા કરે છે. જૈન આગેવાને અને યુવકનું ધ્યાન આ વસ્તુ તરફ ખેંચાવાની સખ્ત જરૂર છે. પર્યુષણ પર્વમાં જેનો પિતાને કર્તવ્ય-માર્ગ સમજી લ્ય અને તેને અમલમાં ઉતારે તો એ પર્વાધિરાજ ખરેખરી રીતે ઉજવાય ગણાશે.
પર્યુષણાનું માહામ્ય પયુષણ” શબ્દમાંજ ઝળકી રહ્યું છે. એ શબ્દજ એ પર્વાધિરાજની આરાધનાની દિશા બતાવી રહ્યો છે. અન્તરાત્માના વિશુદ્ધ ભાવમય ઉદ્યાનમાં વિહરવું-વસવું–રહેવું એ એ શબ્દ (પર્યપણુ) ને લક્ષણસિદ્ધ અર્થ છે. સર્વ જીવોને અને ખાસ કરીને જેમની સાથે વેર-વિરોધ થયા હોય તેમને નમ્રભાવે, શુદ્ધ દિલથી ખમાવવા, અને પોતે સ્વચ્છ આશયથી ખમવું એ જૈન પર્વની અસાધારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, H&wrwatumaragyanbhandar.com