________________
१७
અર્થાત્ અન્તમાં મને મારે। નિશ્ચય જાવવા દો કે જૈન ધમ એ મૂળ ધર્મ છે, ખીજાં સનાથી તદ્દન જુદો અને સાવ સ્વતન્ત્ર છે. પ્રાચીન ભારતવર્ષના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક જીવનના અભ્યાસ માટે તે બહુ અગત્યના છે.
"Now what would Sanskrita poetry be without the large Sanskrita literature of the Jainas! The more I learn to know it the more my admiration rises. "
અર્થાત્—જૈનેાના મહાન્ સંસ્કૃતસાહિત્યને અલગ પાડવામાં આવે તે સંસ્કૃત કવિતાની શી દશા થાય ! આ બાબતમાં જેમ જેમ વધારે જાણવાને અભ્યાસ કરૂ છુ, તેમ તેમ મારા આનન્દયુક્ત આશ્ચમાં વધારા થતા જાય છે,
કાઈ પણ તટસ્થ અભ્યાસી એ જોઇ શકશે કે ભગવાન મહાવીરના જીવન–સિદ્ધાન્તા મહાન વિશાલ અને વ્યાપક છે, મનુષ્ય માત્રને ઉપયેાગી છે. અને જીવન-વિકાસની સાધન-વિધિમાં તેનું સ્થાન અસાધારણ છે.
ભગવાન મહાવીરના જીવન-વૃત્તનું અવલેાકન કરતાં કાઇ પણ વિચારક જોઇ શકશે કે એ મહાપુરુષના આધ્યાત્મિક જીવનમાં તપ, વૈરાગ્ય અને સમભાવની પરાકાષ્ઠા છે.
જે ભયંકર વિષધરની વિષ-જ્વાલાએથી આખું જંગલ ભયભૈરવ બની ગયું છે. અને જ્યાં માણસાના તે। શું, પણ ખા પ્રાણીઓને પણ રસ્તા બંધ થઈ ગયા છે એવા ધનધાર ભીષણ જંગલના રસ્તે મહાવીર જાણી જોઇને પસાર થાય છે, અને તે એક જ ઉદ્દેશથી કે એ ખીહામણા સર્પનું ભલુ કરવું. તેના અજ્ઞાન અને ક્રાધાન્ય જીવન પર એ કારુણિકને દયા આવે છે અને એ અજ્ઞાની પ્રાણીના ત્રાસનુ સ્વાગત કરતા એ મહાત્મા એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com