________________
१७
ગૃહસ્થાશ્રમ.
તથા જગ્યા કેવાં સ્વચ્છ હાય ! પતિને આહ્વાદ આપવામાં તેમની વિનય—શક્તિ કેવી ઉજજવળ હોય ! ગૃહસ્થાશ્રમને સુખ–સમ્પન્ન મનાવવામાં તેમની સમયસૂચકતા અને ડહાપણુ કેવાં રૂડાં હાય ! તેમનું આરેાગ્યજ્ઞાન અને બાળ–ઉછેરની જાણકારી ગૃહ-પરિવાર અને બાળ—બચ્ચાંને કેવાં લાભકારી નિવડે ! અને તેમના સેવા–ધમ સમાજ અને દેશને કેટલે ઉપકારક થાય
ગૃહસ્થાશ્રમ આવાં સતી-રત્નાથી ખરેખર ઝગમગે છે. સમાજશાસ્ત્રવેત્તા સ્પેન્સર કહે છે કે—વિવાહના ઉદ્દેશ એજ છે કે સમાજ અને રાષ્ટ્રની ઉત્કર્ષાવસ્થા ચિરકાળ તર્ક બની રહે, જેથી દમ્પતિનું, ભાવી સતતિનું અને દેશનું કલ્યાણુ થાય. સુપ્રસિદ્ધ વિદ્વાન્ અરસ્તુ (Aristole ) એ કહ્યું છે કે—“ રાષ્ટ્રની ઉન્નતિ યા અવનતિ સ્ત્રીની ઉન્નતિ યા અવનતિ પર નિભર છે. યુનાની લેાકેા ( Greeks ) પાતાની સ્ત્રીઓને દાસી–સમાન ન્હાતા રાખતા, કિન્તુ તેમને રાષ્ટ્રીય ઉન્નતિમાં સહાયક સમજતા હતા. તેમની શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિનાં કાર્યોંમાં હૃત્તચિત્ત રહેતા હતા. આ જ કારણ હતું કે તેઓ ‘ બારબેરીયન ' જાતિને પોતાને સ્વાધીન કરી શકયા હતા. ઐતિહાસિક વિદ્વાન ગિમન લખે છે કે—રામન રાષ્ટ્ર પેાતાની સ્રીઓ સાથે ગ્રીક લેાકેા કરતાં વધારે સારા વર્તાવ રાખતું હતું. એજ કારણ હતું કે રામન રાષ્ટ્ર ગ્રીસથી વધારે બળવાન થઈ ગયુ હતુ અને ગ્રીસને તેની આગળ પેાતાનું મસ્તક ઝુકાવવું પડયું હતું.
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com