SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમ. દાક્ષિકતા હાઈ પાપબન્ધનનું કારણ છે. હિન્દુધર્મમાં તે એવું લખ્યું છે કે – “ જેવાથુ પુર્ષિ દેતો થતોડવાઃ તો જ તિવ્ય હિ કિar: વાર્તા વારિત: | (યાજ્ઞવલ્કય) અર્થાતુ-મરનારની પાછળ રનાર બધુઓ અને બાઈઓનાં આંસુ અને તેમનાં લેષ્મ મરેલા પરવશ જીવને પીવાં પડે છે. માટે રેવું નહિ અને શક્તિ પ્રમાણે ક્રિયા કરવી. આ પ્રમાણે દાડો કે ખર્ચ કરવાની રીત પણ દુષ્ટ છે. મરનારની અસહાય વિધવા, યા તેના ગરીબ ભાઈ-ભાંડુની દીન-હીન દશાની સંભાળ લેવી, કે તેમને સહાયતા પહોંચાડવી દૂર રહી, પણ તેનું બચ્ચું-ખુણ્યું પણ ઝાપટવાને થાળી-લોટે લઈ દયા આવવું એ કઈ વાતની માણસાઈ ગણાય ! દયાના હિમાયતીઓ કેવળ લીલવણુ–સુકવણીની ઝીણવટમાં કાઈ જઈ આવા માનવ–દયા કરવાના પ્રસંગે નિષ્ફર વ્યવહાર આચરે એ તેમના દયા–ધમને ઝાંખપ લગાડનાર નથી શું ? વસ્તુતઃ દાડો કે ખર્ચ કરવાની પ્રથા મિથ્યાત્વના મૂળમાંથી જ ઉદ્દભવી છે. એટલે એવી નિરર્થક અને હાનિકારક પ્રથાને ઉખેડી જ નાંખવી રહી. તેટલું ધન કેળવણમાં, સાધર્મિકેના ઉદ્ધાર-કાર્યમાં યા પરોપકાર-ક્ષેત્રમાં વાપરવું ઘટે. કુરિવાજો ફેલાવાનું મૂળ કારણ અજ્ઞાન છે. સ્ત્રી એ સુષ્ટિની માતા છે, એટલે તેની અજ્ઞાન-દશા તે સંસારને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy