________________
સંગઠન.
થવું પડશે. મતલબ કે લગ્નાદિક-ખર્ચના રિવાજ એટલા હળવા હોવા જોઈએ કે ગરીબ માણસ પણ તેને પહોંચી વળે અને પોતાનું સ્વમાન જાળવી શકે.
નિર્વાહગ સાધન-પ્રણાલી, જ્ઞાન અને બાળ સામાજિક મધુઓને પૂરાં પાડવાં એજ તેમનું ખરૂં સાધર્મિક-વાત્સલ્ય. છે. આવાં સાધર્મિક-વાત્સલ્યનાં સત્ર સ્થાપવા માટે ત્યાગની જરૂર છે. ત્યાગને જે પ્રભાવ પડે છે તે કેરી લેકચરખાજીને કે બાહ્ય આડંબરેને નથી પડત. આન્તરિક લાગણી વગર ત્યાગ–ભાવ કે બલિદાન-શક્તિનું પુરણ થતું નથી, એટલે સાધર્મિક-વાત્સલ્યની ભાવનાઓ કયાંથી પાર પડે! પછી સંગઠન-કાય તો કયાંથી જ બને !
શ્રીમાને, ધીમાને અને યુવકે સંગઠન-કાર્યમાં પોતાને યાચિત ભેગ આપવા તૈયાર થાય અને સાચા મિશનરીઓનું દળ તૈયાર થઈ પ્રેમ અને સહાનુભૂતિના પાઠ ભણાવવા અને જનતાને જાગૃતિમાં લાવવા બહાર આવે અને ઉપર કહ્યું તેમ “જૈન પાર્લામેન્ટ”ની સ્થાપના થાય, પછી જોઈ , સમાજની વ્યવસ્થા કેવી સરસ સુધરે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com