________________
૧૦૦
વીર–ધર્મને પુનરુદ્ધાર.
શરીરને શ્રમ પહોંચે અને કસરત મળે એ પણ આરોગ્યસમ્પત્તિ માટે મહત્વનું સાધન છે. શ્રમજીવી લોકોને સુકે રેટ પણ અમૃત જે ગુણકારી થાય છે. ઘી-દૂધના અભાવે પણ પરિશ્રમના પ્રભાવે તેમનાં શરીર તાકાતદાર બને છે. મહેનત કરી કડક ભૂખ લાગતાં રસ-કસ વગરનું અન્ન પણ મીઠું લાગે છે. પરિશ્રમથી નિદ્રા પણ ગાઢ આવે છે અને પાચન પણ બરાબર થાય છે. આરોગ્ય મેળવવાની આ સરસ લાઈન છે. પણ બધા કંઈ મજુર કે ખેડૂત જેવા પરિશ્રમી ન હોય. જેઓ સુખ-સમ્પન્ન હાલતમાં મૂકાયું છે, તેઓ પણ, ગ્ય વ્યાયામથી અને બહિબ્રમણથી શરીરમાં સંસ્કૃતિ મેળવી શકે છે. સારા સારા ગરિક પદાર્થો ખાઈને પણ જે ન પચે તે નકામાં છે, બલકે શરીરને બગાડનારા અને માંદગીને નેતરનારા થઈ પડે છે. કઈ પણ ખોરાકની પૌષ્ટિકતા તેના પાચન થવામાંજ છે. અને એમ થવા માટે વ્યાયામ, શ્રમ યા બહિબ્રમણની અનિવાર્ય આવશ્યકતા છે.
તાકાતને કામ કરનારા અને શરીરની ગરમીને બગાડનારા ચાહ, કેરી, બીવ્ર વગેરે પણ તજવા જોગ છે.
કેટલાક ધર્મઘેલાએ મલિનતાને પોષવામાં “ધમ ? માની બેસે છે. તેઓ બીચારા “શુદ્ધિ” ના તરવથી અજાણ છે. બાહા શુદ્ધિ અને આન્તર શુદ્ધિને અરસપરસ કેટલું લાગે-વળગે છે એ સમજવાની જરૂર છે. શરીર એ આત્મદેવતાનું મન્દિર છે. એટલે એ મેલું રાખવું કેમ પાલવે?મલિનતા અને બીમારી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat