________________
પુનર્લગ્ન
બને દિશામાં રહસ્યભર્યો તફાવત છે) ધર્માચાર્યોએ પિતાને માનવીય દુર્બળતાનું જ્ઞાન કયાં સુધી છે, તેને જે પરિચય કરાવ્યો છે અને તેવા દુર્બલાત્માઓને માટે પણ તેમણે અણુવ્રતના દરવાજા જે ખુલ્લા મૂકી દીધા છે, તેને વિચાર કરતાં, તેવા ઉદાર ધર્માચાર્યો, એક ત્રાજવે પુરૂષોને ન્યાય આપે અને બીજા ત્રાજવે સ્ત્રીઓને આપે, એમ ખાટા વાણિયા જેવો દુર્વ્યવહાર કદી કરેજ નહિ, એમ હેજે માનવાનું પ્રાપ્ત થાય છે. અને એ રીતે પુરૂષની જેમ સ્ત્રીઓને પણ પુનર્વિવાહની છૂટ હેયજ,
વળી, કેટલાક નજીકનું ઉદાહરણ આપતાં જેન-ઈતિ હાસ–પ્રસિદ્ધ પરમહંત, પરમશ્રાવક, વીરશિરોમણિ મહા પુરૂષ વસ્તુપાળ-તેજપાલને દાખલ આપે છે કે, જેઓ પુનર્લગ્ન કરેલ માતાની કુક્ષિથી જન્મ્યા હતા. આ વિષયમાં ઐતિહાસિક પ્રમાણ શ્રીમેરૂતુંગસૂરિ-વિરચિત “પ્રબન્ધચિન્તામણિ”નું અપાય છે, જેમાં તે મહાપુરૂષોને જન્મ પુનર્લગ્ન કરેલ માતાથી થયાનું સ્પષ્ટ જણાવ્યું છે. વસ્તુપાલને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૯૬ માં બતાવાય છે અને પ્રબન્યચિન્તામણિ” વિ. સં. ૧૩૬૧ માં રચાય છે, એટલે એ ઉપરથી એ “પ્રબન્ધ ના લેખક, વસ્તુપાલ પછી કેટલા નજીકના વખતમાં થયા છે, એ પણ ચેખું જણાઈ આવે છે. જિનહર્ષના વસ્તુપાલ-ચરિત્રમાં પણ એને મળતો અધિકાર છે. લીમીસાગરસૂરિ તથા પાર્વચંદ્રસૂરિ વગેરેના રાસમાં પણ આ હકીકત નેધાયી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com