________________
જેનેનું કર્તવ્ય
પહેલ ઠરાવ જે કર્યો છે, તેને ખાસ મુદો ઉદેપુર મહારાજાની વિરુદ્ધ જૈન સમાજને ઉશ્કેરવાને નથી, પણ આપણે તે એક જ મુદ્દાથી આ લડત ઉપાડવાની છે, અને તે એ કે શ્રી કેશરીયા તીર્થની માલીકી શ્રી શ્વેતાંબર સંપ્રદાયની છે. કમીશનને ચૂકાદ ગમે તે પ્રસિદ્ધ થાય તેની સાથે આપણને એટલે બધે સંબંધ નથી. આપણે તે કેશરીયાજી તીર્થ અંગેના આપણું હક્કને સારુ આંદેલને ઊભા કરવાને સારૂ જાગૃત રહેવાનું છે. તેમજ ભંડારની ૧૫ લાખની મી-ક્ત વિદ્યાલય માટે ખરચવાનું મહારાણુએ જે નક્કી કર્યું છે તથા કેશરીયામાં વાર્ષિક જે આવક થાય તેમાંથી
ખર્ચ પૂરતી રાખી, વધારે રહે તેને પણ ઉપયોગ “પ્રતાપ વિશ્વ વિદ્યાલય” માટે કરવાને મહારાણાને નિર્ણય અનુચિત તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયને અન્યાય કરનાર છે. વિદ્યાલયના કાર્યને સારૂ, કોઈપણ કામની ધાર્મિક મીલકત પર ત્રાપ મારવી, એ કોઈપણ રીતે યોગ્ય નથી. તીર્થ કેવું? મીલ્કત કોની? અને ઉપયોગ કોણ કરે ? અને ઉપયોગ કેના માટે? દાન દેવું એ સારું કામ કહેવાય, પણ આ રીતે લૂંટીને, કોઈના હક્ક પર ત્રાપ મારીને તેમજ ધાર્મિક રથાનનાં પવિત્ર ધનને ઝૂંટવી, દાન દેવું એ કઈ પણ દષ્ટિએ હિતાવહ નથી. એ જ આ લડત પાછળને આપણે ઉમદા ને ન્યાયી આશય સમાએલે છે. - કમીશનના ચૂકાદાના ન્યાયી કે અન્યાયીપણાની ચર્ચા કરવાને અહિં આપણે મુદ્દો નથી. પણ આપણે એટલું તો જરૂર કહી શકીએ કે આજે રહી રહીને બાર વર્ષે કમીશનને નિર્ણય બહાર પાડવાને માટે ઉદેપુરના મહારાણાને કયું કારણ મળ્યું? કમીશનનો ચૂકાદે ગમે તે આવે! પણ ઉદેપુરના મહારાણુશ્રી, આજે આપણી સમક્ષ જે હકીકત જણાવે છે, તે આપણને દરેક રીતે અન્યાય કરે છે. આ તો પેલી લક કહેવત મુજબ
બાર વર્ષે બાવા બોલ્યા કે જા બચ્ચા દુકાલ હોગા!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com