________________
: ૪૯ :
• જેનેનું કર્તવ્ય
કહેવત છે કે, “ધર ફુટે ઘર જાય” તે આપણે સમાજને માટે ઘણે ભાગે લાગુ પડી રહી છે. આજે સરકાર આપણું ધર્મમાં હાથ નાંખે છે, ત્યારે આપણુજ સમાજમાં જેન તરીકે જન્મેલા સુધારકે કહે છે કે “બરાબર છે. મંદિરમાં હરિજનને શા માટે ન પેસવા દેવા ? ધર્મ તે માનવ માત્રને છે.” આ આપણું જેને આપણે પૂછીએ છીએ કે “તમે મંદિરને માને છે ? મંદિરમાં જઈ પરમાત્માનાં બિંબને ભાવપૂર્વક હાથ જોડે છે ? મંદિરમાં કે ઉપાશ્રયમાં જવાથી લાભ થાય છે એમ તમે માને છે કે ?”
આ જેન નામધારી સુધારકે આપણું પરમ પવિત્ર પંચાંગી આગમને માનતા નથી. જેન ધર્મના ઉપદેશક મહાવ્રતધારી મુનિવને હાથ પણ જોડવામાં લાભ માનતા નથી, ને પયુંષણ જેવા પર્વાધિરાજના દિવસમાં પણ ધમ કરવાને આવતા નથી. એટલું જ નહિં પણ આપણું આસન ઉપકારી શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ જેવા સર્વજ્ઞ ભગવંતને સર્વજ્ઞ માનવાને પણ તૈયાર નથી. તે તે લેકે શા માટે આપણું ધર્મસ્થાનને ભ્રષ્ટ કરવાને આટઆટલી ઉત્સુકતા રાખે છે? તે હમજી શકાતું નથી. જેઓ પોતે ધમ સ્થાને પ્રત્યેની ભક્તિ ધરાવતા નથી તેઓને આપણું ધર્મસ્થાને માટેની કેઈપણ સલાહ આપવાનો હક્ક કે અધિકાર નથી. મતભેદોને દૂર કરી સંપ કેળવો
આપણું સર્વશ્રેષ્ઠ સમાજમાં પણ આજે મતભેદ, મનોભેદ, ક્ષુદ્ર વૃત્તિ, કુસંપ, ઈત્યાદિ અનિષ્ટો ઘર કરી હ્યા છે, તેને સર્વથા દૂર કર્યોજ છૂટકે છે. પૂર્વકાલ કરતાં વર્તમાનકાલ ઘણેજ કરે છે. આવા વિષમ કાલમાં જે જાગૃતિ ન મેળવાય, ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com