________________
જેનેનું કતવ્ય
બધાં એકજ વર્ગનાં પ્રાણી છે, અને તેથી તે એકે એક વર્ગને નાશ કરવાને સંગઠિત પગલાં લેવાની માણસને ફરજ પડે છે. માણસે બેમાંથી એક પસંદગી કરવાની રહે છે. કાં તે બીજાં પ્રાણુઓની માફક તદ્દન કુદરતી જીવન ગાળવું, અથવા સુધરેલા જીવનના પિતાના આદર્શ મુજબ જીવવાને બીજાં હરીફ પ્રાણુઓને નાશ કર.” ( હરિજન બંધુ તા. ૫-૧-૪૬ પેઈજ ૪૮૦).
ગાંધીજી પર પત્ર લખનાર ભાઈએ “વાંદરાઓને બચાવ” માગ્યો, જ્યારે જવાબમાં બધા પ્રાણીઓને નાશ કરવાનું ફરમાન !
માં રોટલે ને મો કપાળમાં પત્થર” તે આનું નામ. જે પત્ર લખનાર ભાદને, ગાંધીજીના આવા હિંસક વિચારની ખબર હોત તો શું તેઓ ગાંધીજીને આમ લખત કે, “પ્રાણી માત્ર તરફ દયા રાખનાર ' આ વિશેષણ, ગાંધીજીના ઉપરોક્ત વિનાશ યુગના સર્જનહાર તરીકેના વિચાર સાથે બીલકુલ અસંગત છે. મનુષ્ય એટલે સ્વાથી, તથા સંહારક એમ જ ને?
ગાંધીજી અને તેમના અનુયાયીના આ વિચાર, આર્યદેશની સંસ્કૃતિના અમીપાન જેને મળ્યા છે, તે કઈ પણ સામાન્ય માનવી પણ ન ધરાવી શકે, તેવા અનુચિત છે. એક બાજુ એમ કહેવું કે, “મનુષ્યને ઈશ્વરે બુદ્ધિ આપી છે. ” ને બીજી બાજુ એમ કહેવાય કે, “ જીવન જીવવા માટે મનુષ્ય બીજા હરીફ પ્રાણુઓનો નાશ કરવો.” આ કઈ જાતની મનોવૃત્તિ ? શું મનુષ્યને ઈશ્વરે આ બુદ્ધિ આપી છે કે, “તારે જીવવા ખાતર વાંદરા હરણ, રેઝ, ઉંદર, સસલા, કોલ–આ બધાને મારી નાંખવાં ?” એમ જ ને ? ઈશ્વર જે આવી બુદ્ધિ આપે છે, એમ માનવું એના જેવી ઘેલછા કઈ હેઈ શકે?
જે માનવ પોતાના સ્વાર્થની ખાતર આ રીતે અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com