________________
જેનેનું કર્તવ્ય
: ૪ર :
હાય અને સમાજને બચાવવા હોય તે તેમને મારી નાંખવાનું આવશ્યક બની જાય છે, “(હરિજન બંધુ'તા.૭–૭–૪૬ પેજ ૧૨૬) “શુદ્ધ હિંસા? તે અહિંસા કેમ હોઈ શકે ?
વાંદરાઓને પિતાના સ્વાર્થની ખાતર મારી નાંખવા એ અધમ છે, પાપ છે. છતાં ગાંધીજી કહે છે કે, “તે ધર્મ છે. શુદ્ધ અહિંસા છે.” જૈનધર્મ કે જેનેતર આર્ય ધર્મોને સામાન્ય સિદ્ધાંતેનું જ્ઞાન જે ગાંધીજીને હોત તે તેઓ આવું બોલવાનું સાહસ કદાપિ ન જ કરે.
ખરી વાત એ છે કે, રાજકારણમાં કુશલ, મુત્સદ્દી ને પાવરધા ગણતા ગાંધીજીને કેઈપણુ આર્યધર્મો કે જૈનધર્મના સિદ્ધાતોનું કાંઈજ જ્ઞાન નથી, છતાં દરેકે દરેક પ્રશ્નોમાં પિતાને અંગત અભિપ્રાય આપવામાં કશું જ ખોટું તે જોઈ શક્તા નથી. એ ઘણી જ વિચિત્ર વાત છે!
ગાંધીજીને આ વારસ, તેઓના અંગત શિષ્ય કિશોરલાલ મશરૂવાળામાં પૂરેપૂરે ઉતાર્યો છે. આથી ગાંધીજી જેમ વાંદરાઓને નાશ કરવાનું કહે છે, તેમ મશરૂવાળા તેનાથી આગળ વધીને સઘળાં પ્રાણીઓના નાશ સુધી ઉપદેશે છે. બન્યું છે એમ કે, ઓરીસાની કેગ્રેસ સરકારે, વાંદરા–વાંદરીઓને નાશ કરવા કાયદા ર્યા છે, તેથી એક જીવદયાપ્રેમી ગૃહસ્થ ગાંધીજીને લખી જણાવે છે કે,-એરીસાની કોંગ્રેસ સરકારે આ મુજબ યાદી બહાર પાડી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, “વાંદરાનો નિકાલ કરી નાંખવા સામે અહિં પહેલાં થડે પૂર્વગ્રહ હતો, હવે ઓરિસાની સરકારને માલૂમ પડયું છે કે, ખેતીને નુકશાન પહોંચાડનારી વાંદરાની બલા કાઢવાની યોજના ખૂબ સફળ થઈ છે.” યાદીમાં આગળ
જણાવે છે કે – રીસામાં ખેતીને મોટામાં મોટું નુકશાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com