________________
: ૩૩ :
જેનેનું કર્તવ્ય
હતું કે, “બિહાર પ્રાંતમાં જેટલાં હિન્દુઓનાં ધર્મસ્થાની મિલ્કત છે તે બધી મિલ્કતોને સરકાર પિતાના હસ્તક લઈ તેની યોગ્ય વ્યવસ્થા કરે, આ રીતે દરેકે દરેક ધર્મસ્થાનમાં સહુ પહેલે હસ્તક્ષેપ કરવો હોય ત્યારે બહારની દુનિયાને સમજાવવા માટે આવા કહેવાતા શુભ હેતુઓ જાહેરમાં મૂકાય, પણ પરિણમે એ ધર્મસ્થાન પર સરકાર પિતાને સંપૂર્ણ કાબૂ રાખી પિતાની જ મિલ્કત કરવા માંગે છે.
કે, બિહાર સરકારનું એ બીલ પાસ ન થયું, કારણ કે, ત્યારબાદ કોંગ્રેસ સરકારને પિતાનાં રાજીનામા આપી દેવા પડ્યા, એટલે એ બીલ કાયદાનું રૂપ લેતાં અટકી પડયું. નહિતર બિહારમાં આવેલા આપણું પવિત્ર તીર્થસ્થાને જેવાં કે, સમેતશિખર, ક્ષત્રિયકુંડ, પાવાપુરી, રાજગૃહી વગેરે આપણું તીર્થકરદેના કલ્યાણની પવિત્ર તીર્થભૂમિ પરના એ તીર્થોની મિલકત વ્યવસ્થાના બહાને પ્રજાકીય કોંગ્રેસ સરકારના હાથમાં જઈ પડત !
એટલે, આ બીલને આપણે વિરોધ કોઈ પણ અશુભ ઉદેશથી કે કોઈ પણ વ્યક્તિ પરત્વેના વિરોધ માટે નથી પણ તેના મૂળમાં જે ધર્મસ્થાનેની મિલકત પર ત્રાપ મારવાને આશય રહેલ છે તેની સામે આપણે વિરોધ છે.
આવા ચોમેરના પ્રતિકૂળ વાતાવરણમાં શાણું જેને જે વેળાસર પ્રમાદની ધૂળને ખંખેરીને જાગતા નહિ થાય તે નિર્બળ ને બેદરકાર પ્રજાનું બધું લૂંટાવા માંડશે. મુસલમાન કામ, પારસી કેમ ને શીખ કેમ જાગૃત છે, તે તેના ધાર્મિક અધિકારોના સંરક્ષણ માટે કોંગ્રેસ સરકારને કેટકેટલી બાંહેધરી આપવી પડે છે. સ્વતંત્રતા આવે છે, પણ ધર્મ કયાં છે?
આજે હિંદભરમાં સ્વતંત્રતાને મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com