________________
: ૧૩ :
જેનેનું કર્તવ્ય
શશિ ચતનીયમ' એ ન્યાયે શ્રદ્ધાળુ આત્માઓની શક્તિ, સામપ્રોઓ, ધર્મ, ધમસિદ્ધાંત ને ધર્મસ્થાનોની રક્ષા માટે જરૂર ઉપયોગી બનવી જોઈએ. આપણે જાણીએ છીએ કે આજે બહાર અને અંદર ચારે બાજુ ધર્માત્માઓને આક્રમણોને સામને કરવાને રહે છે. આજે આભ ફાટયું છે, થીગડું મારવા ક્યાં જવું એ મૂંઝવણુ છે. છતાં જૈન શાસ્ત્ર ઉપદેશ છે કે, આપણું જેટલી શક્તિ હોય તેને ધર્મરક્ષાના શુભ અવસરે સહેજ પણ ગોપવવી નહિ.” આરાધક આત્માઓની આ અવસરે તેની આરાધનાની સાચી કસોટી છે. ચારે બાજુ અમિ સલા હેય, મકાન મીલ્કત બધુંયે જોત-જોતામાં ભડભડ સળગી ઉઠતું હોય તે અવસરે ઘરને માલીક એકલે જ ઊભો હોય, બંબાવાલાઓને આવવાની વાર હેય ત્યારે એ મકાન માલીકની શું ફરજ ? બળતાં મકાનને એ જોયા કરે ? ના. પોતાની પાસે જે કાંઈ સાધન હોય તેને શક્તિ મુજબ તે ઉપયોગ કરે.
તે ઘરના માલીકની બાજુમાં ડોલ પડી હોય તે પાણી લાવીને તે છોટે, ધૂળ પણ નાંખે, છતાં ભલે એ આગ જલ્દી ન બૂઝાય ! પણ તેની ફરજ છે કે, શક્તિ મુજબ સલગતું બૂવવું ! આજે એ સ્થિતિ છે. કેવલ કેશરીયાજી તીર્થ પૂરત આ પ્રશ્ન નથી. આ તે દેખાવમાં ભલે હાનો સવાલ લાગે, છતાં એ પ્રશ્નને પણ આપણે મોટું રૂપ આપીશું તે જ સત્તાધીશોની આંખ ઉઘડશે. આજે કેશરીઆ તીર્થની મીલકતમાં હસ્તક્ષેપ થાય છે, કાલે બીજા તીર્થની મીલ્કતમાં બીજું સ્ટેટ' હાથ નાંખશે. જે આમ ને આમ આજે આપણે હાથ જોડીને બેસી રહ્યા તે આપણું બધું લૂંટાઈ જશે, કેમકે, જેનેની ધાર્મિક મીલકત પર આજે બધાની અખિ બગડી છે.
આજે સત્તા પર આવેલી ગ્રેસ સરકાર પણ આ જ વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com