________________
પર
આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સતાવીશ ગુણ સાધુના, જપતાં શીવમુખ થાય; ૨ એમ અઠલેત્તર ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમલ પતિતણે, નય પ્રણમે નિત્ય સાર. ૩
૩ સામાન્ય જિન ચત્યવંદન. જય જય તે જિનરાજ આજ, મળીઓ મુજ સ્વામી, અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી. રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શીવલીલા પામી. સિદ્ધ બુદ્ધ તું વંદતાં, સકળ સિદ્ધિ વર બુદ્ધ રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ અદ્ધ. કાળ બહુ સ્થાવર ગયે, ભમી ભવમાંહી. વિકલૈંદ્રિય માંહી વચ્ચે સ્થિરતા નહિ કયાંહી. તિયચ પંચેન્દ્રિયમાંહી દેવ, કરમે હું આ કરી કુકર્મ નરકે ગયે, તુમ દરીશન નહી પા. એમ અનંતકાળે કરીએ, પાપે નર અવતાર હવે જગતારક તુંહી મળ્યો, ભવજલ પાર ઉતાર
શ્રી પાર્શ્વજિન ચૈત્ય વંદન. જય ચિંતામણિ પાર્શ્વનાથ, જ્ય ત્રિભુવનસ્વામી, અષ્ટકમ્ રિપુ જીતીને, પંચમી ગતિ પામી પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપતિ લહીએ, પ્રભુ નામે ભવભય તણું, પાતક સબ દહીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com