________________
પપ
શ્રી ભીલડીયા અને ભદ્રેશ્વર જેવા પ્રાચીન તીર્થને ઉદારતા. પાટણ અને ચાણુરમામાં દેવસમ પૂજાતા, બાલથી વૃદ્ધ પર્યતને જ્ઞાના ભ્યાસ કરાવતા, અનેકને વ્રતનિયમમાં જોડતા આ પ્રભાવશાળી ભવ્યાત્માને પ્રભાવ નિર્જીવ શબ્દોમાં કેમ ઉતારી શકાય ?
જીવનમાં એકે એક ઉમેદ બર લાવતા. બાલવયમાં ઉદ્દભવેલા આદર્શો અને સિદ્ધાન્તને વેગ વયે નિશ્ચિત કરી અમલમાં મુકતા અન્તિમ સમયે જીવનને ઉચ્ચ કક્ષાની ટોચે પહોંચાડતા-શુભગતિની પરમકૃષ્ટ દશાએ પહોંચવાને સિદ્ધક્ષેત્ર-સિદ્ધાચળ ગિરિના શરણે આવી તીર્થાધિરાજને વંદન કરતા કરતા. પ્રભુ અહંત પરમપવિત્ર જાપ જપતા જપતા અન્તિમ સાધના સાધનાર ગુરૂદેવનું સંપૂર્ણ જીવન આપી શકાય એમ કહેવું એ નરી ધૃષ્ટતાજ લેખાય. અસ્તુ.
લેખક વાચક મિત્ર પાસેથી કાપણ કદરદાનીની આશા રાખતે હોય તે એજ કે વાંચક મિત્ર આ ચરિત્રલેખનમાંથી એટલું જ વિચારતાં શીખી જાય કે “આત્મ માર્ગ એજ અન્તિમ સાધના છે ને લેખક માનશે કે હેને પ્રયત્ન સફળ નિવડ્યો છે.
આત્મ સાધના એજ અંતિમ સાધના માની જીવનને આત્મોન્નતિની પરાકાષ્ઠાએ પહોંચાડનાર આપણા ચરિત્રનાયક પરમપામ્ય ધર્મધુરંધર-તીર્થોદ્ધારક –પરમપકારી-શાસનપ્રેમી—પન્યાસજી—શ્રીમદ્ ઉમેદવિજયજી ગર્ણ મહારાજને અનેકવિધ વંદન છે ! * શાન્તિઃ શાનિત: શાન્તિ:
લેખકરા. રા. પિપટલાલ પુંજાભાઈ.
લીંબડીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com