________________
પ્રસ્તાવના.
મહાન પુરૂષનાં ગદ્ય અને પદ્ય (રાસ) જીવનચરિત્રે દેશની ચઢતીમાં એક મોટું સાધન છે. આ જગતને આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે પોતે પિતાને દેખી શકતા નથી, જેમ પિતાનું અંગ (મુખ જોવાને દર્પણ (આયના)ની જરૂર છે, તેમજ અંતરના ગુણ દેવ જેવાને પણ એ જીવન ચરિત્ર છે. કેટલીક વેળા ઉત્તમ પુરૂષોના ગુણે એક પડદે રહી જાય છે, અને તેથી ઘણી વાતે આપણે અજાણ્યા રહીયે છીયે, તે આ સાધનથી સર્વના. જાણવામાં આવે છે.
ઉત્તમ પુરૂષોનાં જીવન ચરિત્ર ઘણું ઉપયોગી છે. તેમાં આ ઉત્તમ પુરૂષનું ચરિત્ર પણ ઉત્તમસંસ્કાર, સ્વશ્રેયસાધન, તપશ્ચર્યા, કમના , તપ, જપ, વ્રત, નિયમ, વિશુદ્ધ ચારિત્ર, ત્યાગ માર્ગ, આત્મસાક્ષાત્કાર, શાસન-સેવા, તીર્થ-સેવા, ધર્મ-સેવા આમવિજય, શીવરમણની શોધ, આધાર, નિરભિમાનિતા, જ્ઞાનાભ્યાસ. ગુણગ્રાહિતા, ઇદ્રિયદમન, દેશાટનથી થતા ફાયદા, તીર્થયાત્રા, શાસનેનતિ વિગેરે વિગેરે અનેક ઉત્તમ ગુણને બંધ કરનાર છે.
લેખક અને કવિએ તેના જુદાજુદા વિષયોના જુદાજુદા પ્રકરણમાં, અને જુદી જુદી ઢાળોમાં સમાવેશ કરેલ છે જેથી વાંચક મહાશયને તેમાંથી અનેક ગુણો મેળવી શકાય તેમ છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com