________________
७८४
ટાડ રાજસ્થાન.
રાજકુમાર મુંડ વેદવિહિત સઘળાં કમ સંપાદન કરી પિતૃ સિંહાસને બેઠે. અને પિતૃહંતા રજપુતોને સંહાર કરવા તેણે પ્રતિજ્ઞા લીધી. તે પિતૃહ રજપુતો સામે યુદ્ધ કરવા આગળ વધ્યું. તેને હમલે વ્યર્થ કરી દેવા શત્રુઓ સશસ્ત્ર ઉભા હતા. મું. તેમાંથી આઠસો વીરને મારી નાખ્યા તે પોતાની રાજધાનીમાં આજે, તેને બાછેરા નામને એક પુત્ર પેદા થયે. બાફેરા સોળ વર્ષને થયે ત્યારે પાટણના અધિપતિ લકી વāભસેન તરફથી વિવાહસૂચક નાળીએ આવ્યું.
બા છેરાયે પાટણમાં જઈ શેલંકીરાજ વલ્લભસેનની પુત્રીનું પાણગ્રહણ કર્યું. મુંડને પરલોકવાસ પછી તરતજ બારા પલેકગામી થયો.
સંવત્ ૧૦૨૫માં બાહેરા, પિતૃસિંહાસને બેઠે. તેના દુરાજ-સિંહ-બાપિરાવ-ઉકે અને મયલપુશાલ નામના પાંચ પુત્ર હતા.
એક સમયે એક વેપારી કીમતી ઘેડા લઈ લેહુવા નગરમાં આવ્યું. તે સઘળા ઘોડામાં એક લાખ રૂપીઆની કીમતને એક ઘેડો હતે. તે મૂલવાન ઘેડે એક પાઠાણ સરદારને હતો. જે ઘડે દુશજે લઈ લીધે.
સિંહને પુત્ર શાખારાય. તેને પુત્ર વલ્લ. વલ્લના પગ અને રતન નામના બે પુત્ર. તેઓએ મુંદરના પુરીહરરાજ ઉપર હુમલે કરી, પાંચ ઉંટ હરી લીધાં.
બાપિરાવના પાહુ અને મદન નામના બે પુત્ર હતા. પાટુના વિરામ અને ટુલીર નામના બે પુત્ર હતા. તેનાં પુષ્કળ સંતાન પેદા થયાં. તે સઘળાં પાહુ રજપુત નામે કહેવાયા.
મારવાડના નાગર નામના જનપદમાં ખાટે નગરની પાસે કઈ સ્થળે જીડા નામને એક ખીચી વીર વસતે હતો. તેણે અનેક ભટિ રજપુતોને નાશ કર્યો હતો, તેને સંહાર કરવા દુશરે એક કાફલો તૈયાર કર્યો. તેણે ગંગાસ્નાનનું બહાનુ કહાડી તે કાફલા સાથે ખીચી વીર ઉપર હુમલે કર્યો. તેને પ્રચંડ હુમલે સહન ન કરતાં ખીચી વીર રણસ્થળે પડયે.
- ર મહાત્મા ટોડે કહેલ છે જે ઈ. સ. ૧૦૧૧ ( સંવત ૧૦૬૭)માં ગિજનીના મામુદે પત્તનાધિપ ચામુંડરાયને પદભ્રષ્ટ કર્યો અને તેના ઠેકાણે તેના પુત્ર વલ્લભસેનને અણ હિલવાડની ગાદીએ બેસાર્યો. પણ પ્રસિદ્ધ રાસમાળા ગ્રંથમાંથી માલુમ પડે છે જે ચામુંડરાયે કામોન્મત થઈ પોતાની બેન ચાલિનીદેવીને ધર્મ નષ્ટ કર્યો. તે, પિતાના પાપના પ્રાયશ્ચિત માં રાજપાટ છોડી ચાલ્યો ગયો. તીર્થયાત્રા કાળે તે વલ્લભસેનને રાજસિંહાસને બેસારી ગયો હતો. વાલભસેને છ માસ રાજ્ય કર્યું. તે વસંતરાયના હુમલાથી મરણ પામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com