SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ ७८६ ટડ રાજસ્થાન રણું સ્થળે પડયા, યવનરાજના પુત્ર દળ સાથે આવી ગજનીને ઘેરી લીધી, સહદેવે ત્રીશ દિવસ તેની રક્ષા કરી. છેવટે ભયંકર “જહર વ્રતને” વિધિ કરી નવ હઝાર વીરે સાથે સહદેવ મરણ પામે. રાજકુમાર શાલિવાહનને તે ગજે પ્રથમથી પૂર્વ દેશમાં કેટલાક પરિવાર લેક સાથે મોકલી દીધો હતો. તેણે એ હૃદયવિદારક સમાચાર સાંભળ્યા. તે શકાતુર થઈ બાર દિવસ ભૂમિ શય્યા કરી સુતે. ત્યારપછી તે સ્થળ ત્યાગ કરી તે પંચનદ પ્રદેશમાં આવ્યું, જ્યાં આવી તેણે ભવિષ વાસ રથળ મુકરર કર્યું, ત્યારપછી તેણે પિતાના સરદાર સામતને એકઠા કરી એક નગરની સ્થાપના કરી. જેનું નામ શાલિવાહનપુર રાખ્યું. તે સ્થળને ચારે તરફના ભેમીયા લેકેએ શાલિવાહનની વક્યતા સ્વીકારી. વિક્રમ સંવના બોતેર વર્ષ ગયા પછી તે વર્ષના ભાદ્રપદ માસની આઠમના રવિવારે શાલિવાહનપુરની પ્રતિષ્ઠા થઈ. રાજા શાલિવાહને સઘળે પંજાબ જીતી લીધો. તેના પંદર પુત્ર થયા, જેએમાંથી દરેક મોટા વંશકર નીવડ્યા. તેઓ સઘળા રાજા થયા. વળી પિતાપિતાના ભુજાબળે તેઓ સ્વાધીન રાજા થઈ પડ્યા, જેઓનાં નામબુલંદ, રસાળુ, ધમાં ગદ, વાચા, રૂપ, સુંદર, લેખ, ચકણું, નૈમ, માયુન, નિપક, ગાંધુ અને પગુ. દીલ્લીના તયાર વંશના જયપાળ પાસેથી સંબંધ સૂચક નાળીએર આવ્યું જે બુલંદે આદરથી ગ્રહણ કર્યું. વળી વિવાહની ગોઠવણ કરી, તે દીલ્લી તરફ ચાલ્યા. રાજા જયપાળે પણ તેનું પ્રત્યુદગમન કર્યું', વિવાહ વ્યાપાર સંપન્ન થયો. ત્યાર પછી નવેઢા સ્ત્રીને લઈ બુલંદ રાજ્યધાનીમાં આવ્યું. શાલિવાહને શત્રુ કુળના હાથમાંથી ગજની લેવાને અને પિતાની હત્યાનો બદલો લેવાને વિચાર કર્યો. અટકને પારે જઈ તેણે છલલાલઉપર હુમલો કર્યો. યવન રાજા પણ તેને હુમલે અટકાવવા તૈયાર થયે છેવટે તે પરાસ્ત થયે. શાલિવાહને વિજયી મુગટ માથે મુ. ફરી તે ગજનીને પામે ત્યાં તેણે પિતાના મોટા પુત્ર બુલંદને અભિષિક્ત કર્યો. તે છેવટે પંજાબમાં પિતાની રાજધાનીમાં આવ્યું. તે ત્રીશ વર્ષ અને નવ માસ રાજકાળ ભેગવી રાજા શાલિવાહન પરલોકવાસી થયે. બુલંદ, પિતાને ઉત્તરાધિકારી હતા તેજ અભિષિક્ત થયું. તેના ભાઈઓએ પંજાબના પાર્વત્ય પ્રદેશમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યાં. પણ કમે તુર્થી લોકો પરાક્રમ શાળી થઈ ઉઠયા. ગજનીની ચારે તરફને ભૂમિભાગ તેઓના હાથમાં આવ્યું. બુલદને કઈ મંત્રી નહોતો. તે જાતે સઘળા કાર્યની સમાલોચના કરતે હતો. તેના સાત પુત્ર ભદિ, ભૂપતિ, કલ્વર, , જીરમાર, ભિન્સરેચ, અને માંગ્રીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy