SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ ७४० ટડ રાજસ્થાન. પાછા પિઠા, એજંટ સાહેબે રાવનું પડખું છેડયું નહોતું. છેવટે રાજાને સિંહાસને બેસારી તે ધીર અને પ્રશાંત ભાવે બોલ્યા. મહારાજ આપના મંગળસિવાય હું અમંગળની ચિંતા કરતો નથી. મારી એકાંત ઈરછા છે જે આપ બ્રીટીશના સુશીતળ આશ્રય તળે સુખથી સમય કાઢે. આપને શીખામણની બે વાત બોલ્યા વિના ચાલે તેમ નથી. હાલ જે સમય છે તે સમયાનુકુળ નીતિ પકડયાં વિના આપ નિરવિદને રાજ્ય ચલાવી શકશે નહિ, રાજમતિનિધિના ઉપર આપ હવે શત્રુતા રાખી શકશે નહિ. મેં પ્રતિજ્ઞા કરી છે જે હરકોઈ ઉપાયે તેની સત્તા અક્ષુણ રાખવી.એટલે તેના ઉપર આપ સંપૂર્ણ વિશ્વાસ રાખો. ગર ધનદાસને અને રાજકુમારને આપની પાસેથી અંતરિત કરે. ગરધનદાસને તે હારાવતીમાંથી દૂર કરી ઘે. નહિતે આપનું મંગળ નથી. મહારાજ કિશોરસિંહ એજટ સાહેબને અનુરોધ અગ્રાહ્ય કરી શક્યો નહિ. મે માસના મધ્યકાળમાં એ વ્યાપારમાં સંઘટિત થયે. જુન માસમાં બનશીબ ગરધનદાસ દિલ્લી નગરમાં નિવસિત થશે. રાજકુમાર પૃથ્વીસિંહ વિગેરેના ભરણપોષણ માટે શારે બંદે બસ્ત થયે. જાહેરમાં રાજા અને રાજપ્રતિનિધિ વચ્ચે સંપ થયો. જેમ મેટા ઉત્સવમાં પુરવાસીઓ આનંદિત થાય છે, તે રાજા અને રાજકતિનિધિને એક સંગે જઈ પુરવાસીઓ આનંદિત થયાં. નગરમાં ઘેર ઘેર આનંદ પ્રમોદ નૃત્ય ગીત વીગેરે થયાં રાજમહેલ લકથી ભરાઈ ગયે તે મોટી ભીડમાં જાલમસિંહ અને તેને પુત્ર મધુસિંહ મહેલમાં આવ્યા. રાજકુમારોએ વૃદ્ધ રાજપ્રતિનિધિ પાસે માફી માંગી. ત્યારબાદ સઘળું આનંદથી વત્યું. એ સુખમય વ્યાપાર પછી તે વર્ષના શ્રાવણ માસની આઠમે (ઈ. સ. ૧૮૨૦ અગણની ૧૭ મી) વળી એક માટે મહત્સવ થયે તે દિવસે મોટી ધમધામથી મહારાજ કિશોરસિંહ પિતૃ પુરૂષની ગાદીએ અભિષિક્ત થયા. બ્રીટીશ રાજ્યના પ્રતિનિધિએ સહુથી પહેલાં કિશોરસિંહના લલાટમાં રાજ્ય તિલક કર્યું. તેના મસ્તક ઉપર તેણે મૂક્તા મંડિત્ત દિવ્ય મુગટ મુકે. વળી તેના ગળામાં રત્ન હાર પહેરાવ્યું. તેને કટિતા તેણે આભૂણેથી અને ખડગદ્રારાએ ભૂષિત કર્યો. કિલ્લાના ઉંચા પ્રદેશથી તે પોની ગર્જના થઈ. મહારાજે ઉપયુક્ત વકૃતા કરી મહા માન્ય બ્રીટીશ એજન્ટને એક સેના મહોર નઝર કરી. ત્યારપછી બ્રીટીશ એજટે ભારતવર્ષના શાસનકતા તરફથી એક સંમાન, સૂચક ખેલાત મહારાજ કિશોરસિંહને આપી. મધસિંહ તે સમયે કલિક ફરજદારના હદદા ઉપર હતે, મહારાજ કિશોરસિંહે તેને હવે રાજપ્રતિનિધિના પદે નીમ્યા. એ રીતે સઘળા વિવાદ ભાંગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy