________________
મારવાડ–બુંદી.
૭૦૧.
કે રજપુતને ભેગવવું પડ્યું જ નથી. ઉમેદસિંહે રાજકાર્યમાં નિવૃત્તિ લઈ પિતાના હાથે રાજ્યના સર્વનાશને માર્ગ નિષ્કટક કરી દીધો.
રાવ ઉમેદસિંહે શામાટે પિતાના રાજ્યને શાસન દંડ છોડી દીધે તેનું કારણ તપાસવાથી તેના ઉપર આપણી દઢ ભકિત થયા વિના રહેતી નથી. જે દઢ ભકિત તેની વર્તણુકથી કાંક કમ થઈ પડે છે. જે અપકર્મની વિષમય ચિંતા ના વિષદંશને શાંતિ લાભના માટે, તેણે વૈષયિક કાર્ય ક્ષેત્રથી વિદાયગીરી લીધી અને શાંતિમયી મુનિવૃતિ ધારણ કરી. તેથી જ તેના નિર્મલ ચરિમાં એક માટે બટ્ટો બેઠે. જે તે બટ્ટો તેને ર૫શ કરત નહિ તે ઉમેદસિંહ રાજસ્થાનના રાજાઓમાં એક શ્રેષ્ઠ, ડાહ્યો, સાહસિક અને શુધ્ધ ચરિવાળો રાજા ગણાત. ટીપુ પરતંત્ર રક્તમાં સમય દેહને ધારણ કરી, કા રાજા રાજદ્રોહી વિશ્વાસઘાતક દેલસિંહના અધમ કાર્યની માફી આપે. મહાનુભવ ઉદાર ચરિત ઉમેદસિંહે દેવસિંહના અધમ કાર્યની ક્ષમા બક્ષી. પિતૃરાજ્ય પામી, તે નૃશંસ વિશ્વાસઘાતક દેવસિંહનું મસ્તક છેદી શક્ત, તેને તેના વંશ સાથે ઉત્પાહીત કરી શકત. પણ તે તેણે કર્યું નહિ. ક્ષમાગુણ મહાત્માનો પ્રધાન ધર્મ. બુદીરાજે તે ધર્મ પાળે. એવી હાલતમાં આઠ વર્ષ નીકળી ગયાં. બીજા સરદારે તેવા ક્ષમાગુણથી ઉમે દસિંહને સાધુવાદ આપવા લાગ્યા અને બેલવા લાગ્યા જે “એવો ક્ષમાગુણવાળે રાજા ક્ષત્રિયમાં પેદા થયો નથી” દલ્લાના ક્ષેત્રે પરાજય પછી જે ઉમેદસિંહ આશ્રયાર્થી થઈ દેવસિંહના ઈદ્રગઢમાં ગયે જે ઉમેદસિંહને દેવસિંહે એક પણ કેગળો પાણી પીવા આપ્યું નહિ. જે દેલસિંહે જે ઉમેદસિંહને નગર બહાર કહાઢ, તે ઉમેદસિંહે, આજ રાજ્યગાદીએ બેસી તે કુળશંગાર દેવસિંહને ક્ષમા આપી. અંબરરાજને ખરે હૈષી દેવસિંહ શું ઉમેદસિંહે આપેલ માફી સ્વીકારે ખરે ? ના કેઈ દિવસ સ્વીકારે નહિ, પાપીણના હથુ ઈ દ્રગઢ સરદારે ક્ષમાશીલ ઉમેદસિંહનાં દેયમ ચરિતને હજારે ધિકકાર આપ્યા, તેણે તેના વિરૂધ્ધ ઘણાં દુષ્કર્મ કર્યા. તેવાં દુષ્કર્મ માનવતા સા કરી શકે નહિ, ઉમેદસિંહ, પિતાની બેનનું વિવાહનું નાળીયેર અંબરરાજ મધુસિહની પાસે મોકલ્યું. સભામાં બેઠેલા સરદાર સામત અને આબરૂદાર નોકરે રૂબરૂ તે નાળીયેર મેટા આદરથી લેવાયું. ઇદ્રગઢને પપિષ્ટ શરદાર તે સમયે અંબર સભામાં હતું. રાજાએ તેને પુછયું, લેકમાં બુધસિંહની પુત્રી માટે કેવું બેલાય છે, તે નરાધમે, “બુધસિંહની પુત્રી કલંકિત છે” એમ કહ્યું. મધુસિ હે, બુધસિંહની પુત્રીના શુદ્ધ ચરિતમાં સદેહ લાવી નાળીયેર બુદીરાજ તરફ પાછું મે કહ્યું રજપુત કુળમાં પેદા થઈ કઈ એવું અપમાન સાં કરે નહિ, જે પાંખડી દેવસિંહે એવી કૃતઘતા કરી તેની ઉમેદસિંહે ક્ષમા આપી, તોપણ દેવસિંહના એવા કલંકના આરેપથી છેવટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com