SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ–બુંદી. १६७ યુદ્ધ ક્ષેત્રમાં ઉતર્યો. એમ કહેવાય છે જે વિશળદેવે પ્રવીણ વચમાં મુસલમાની ધર્મ સ્વીકાર્યો હતો. તે મુસલમાન થઈ અત્યંત અનુતપ્ત થયો અને સ્વધર્મ ત્યાગ સ્વરૂપ પાતકને નાશ કરવાને અભિમાટે તે સંન્યાસી થઈ ગયે. હારકુળના ભટ્ટકવિ ગોમંદરામના મનમાં વિશાળદેવ અનુરાજ નામે એક પુત્ર હતે એ અનુરાજ થકી હારકુળ પેદા થયું પણ ખીચીકુળના ભટ્ટકવિ મગજીએ પોતાના ગ્રંથમાં લખેલ છે જે અનુરાજ માહોકરાયને પુત્ર અને તેથી ખીચી કુળની ઉત્પત્તિ છે. હારકવિના કહેવાનું અમોએ અનુકરણ કરેલું છે. અનુરાજને અશીગ મળે. તેના પુત્ર ઈષ્ટપાલ સિંધુસાગરના અંતર્ગત ખીચીપુર પતનના પ્રતિષ્ઠાતા અજયરાવના પુત્ર અગનરાજ સાથે એકમત થઈ ગુવાળખંડના અધિપતિ ચોહાણ રણધીરસિંહ પાસે પોતાની અદષ્ટ પરિક્ષા કરી એટલામાં ગલબંધમાથી એક સેનાદળે આવી, અશી અને ગવળકુંડ ઉપર હુમલો કર્યો રણધીરે કઠોર ઝહરવ્રતનું ઉઘાપન કર્યું. તે સંહાર વ્યાપારમાંથી એક માત્ર તેની પુત્રી સુરાબાઈ બચી, સુરાબાઈ અશી તરફ પલાયન કરી ગઈ. વળી અશી ઉપર યવનને હુમલો જોઈ અનુરાજે પલાયન કરવાને ઉદ્યોગ કર્યો. પણ તેના પુત્ર ઈષ્ટપાળે દાનવને ઘેરે અટકાવી દેવા આગ્રહ બતાવ્યું. અનુરાજને શત્રુની સામે થવું પડયું. બન્ને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં આક્રમક હણાયા. ઈષ્ટપાળનું સેવાદળ ચારે તરફ પલાયન કરી ગયું. ઈષ્ટપાળ વિષમ રીતે જખમી થયે પણ તે દુર્બલ અવસ્થામાં પણ તે શત્રુના અનુસરણમાં પ્રવૃત્ત થયે. તે થોડે દુર ગયા પછી અગ્રેસર થઈ શકે નહિ, તેનાં હસ્તયાદ વગેરે અશક્ત થયા. છેવટે તે મુઈિત થઈ પૃથ્વી ઉપર પડશે. તે રથળે એક પીપળાના ઝાડ નીચે બે નશીબ સુરાબાઈ પ્રાપવેશનથી મૃત્યુની પ્રતીજ્ઞા કરતી હતી. અનાહારથી અનિંદ્રાથી, કઠોર ભયથી અને માર્ગના શ્રમથી તેનું શરીર ઘણું જ દુર્બળ થઈ ગયું હતું. તેને પ્રાણવાયુ બહાર નીસરી જવાની તૈયારીમાં હતું. એટલામાં તે વિશાળ પીપળાની એક મેટી ડાળ ફાટી. તેમાંથી તેના કુળની અધિષ્ઠાત્રી દેવી ભગવતી આશાપૂર્ણ બહાર આવી. સુરાબાઈ દેવીના ચરણે પડી અને રોતાં રોતાં બોલી “ભગવતિ ! આ જગતમાં મારું કઈ નથી મારે પિતા અને મારા બાર ભાઈઓ શત્રુઓથી હણાયા. હવે મારે બચીને શું સુખ. ભગવતી આશાપુણ એ દિલાસે આપી સ્નેહ પૂર્ણ વચને કહ્યું “, વત્સ! તું ભય પામ નહિ. તે દાનવ ચારણવીરના હાથે હણાયે, તે વીર પુરૂષ મારી પાસે જ રહેલ છે. ” ત્યારપછી ભગવતી, શક વિપ્નલ રાજકુમારીને લઈ ઈષ્ટપાળની પાસે આવી, તેની સુશુષાથી ઈષ્ટપાળની મૂછ વળી તેણે ચેહાણુકુળને પ્રાચીન અધિકાર અશીને કીલે મેળો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy