SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ટડ રાજસ્થાન. ચંદ બારોટના કહેવા ઉપર કોઈને અવિશ્વાસ ન હોય તે સ્પષ્ટ ખાત્રી થાશે જે વિક્રમશકના આઠમા સૈકામાં ચોહાણે સૈલંગ પ્રદેશમાં પ્રમારને પ્રધાન ગણતા હતા. ચેહાણ વીર પૃથ્વીરાજના અમાનુષિક ચરિતથી ચેહાણ કુળ એકવાર પુષ્કળ તેજે દીપી: નીકળ્યું હતું. પણ તે તેજ થોડા દિવસનું હતું. પૃથ્વીરાજના પતન સાથે તે તેજ એકદમ કમ થઈ ગયું. પ્રસિદ્ધ ચોહાણરાસ ગ્રંથમાં લખેલ છે “ રાજાધિષ્ઠાન મકાવતી નગરીમાંથી સ્વામી ધર્મને યરવ બાવન નગરમાં પ્રતિધ્વનિત થયે, ચહાણવીરે પિતાના ખડગ બળે ઠઠ્ઠા, શુલતાન, પેશાવર, લાહોર સુધીને ભૂમી ભાગ જયમાં મેળવ્યું. અસુરકુળ ભયાકુળચિતે પલાયન કરી ગયું. તે અગત્ય વીરનું પ્રભુત્વ દિલ્હી અને કાબુલમાં સ્થાપિત થયું ત્યારપછી તેણે માલાનીના હાથમાં નેપાળને ઍપ્યું. ત્યારપછી તે મકાવતી નગરીમાં આવ્યા” ચહાણના વિપુળ વિકમ અને તેજસ્વિતાથી તે પવિત્ર અગ્નિ કુળ ક્રમે કમે પ્રચંડ તેજે પ્રકાશવા લાગ્યું તેની લીલા ભૂમી મકાવતી નગરી ધીમે ધીમે આબાદ થવા લાગી. થોડા દિવસ પછી અજેપાળ નામને એક પ્રતિષ્ઠા સંપન્ન વીર થોડા ઘણા સિનિકને સાથે લઈ મકાવતીની બહાર નીકળી પડશે. તે પૂર્વ દિશામાં ચાલે અને અજમેર જનપદમાં તારાગઢ નામને કીલ્લો સ્થા. જ્યાં તે અક્ષણ પ્રતાપે સમય કાઢવા લાગ્યું. અજપાળને પ્રતાપ વધી પડે. અજપાળ નિઃસંતાન હતા. પિતાના કુળને અનંત નાશમાં પડતું જોઈ મકાવતીમાંથી પૃથ્વી પાહાર નામના એક શમ્સને તેણે દતક લીધે. તે સમયે રજપુત સમાજમાં બહુ વિવાહની પ્રથા ચાલતી નહોતી. તે માટે પૃથ્વી પહારે એકજ સ્ત્રીને વિવાહ કર્યો. તે સ્ત્રીના પેટે તેના વીશ પુત્ર પેદા થયા. પ્રથિત નામવાળે માણેકરાય તે પુત્ર માંહેના એક પુત્રના વંશમાં પેદા થયે માણેકરાયની જવલિત પ્રભાથી અગ્નિ કુળ સારૂં તેજવાળું થયું. તેણે ચેહાણના અંધારાવાળા ઇતિહાસને અજવાળામાં આર્યો. તે સમયે રજપુતસ્થાન ઉપર સુસલમાની પહેલ વહેલી દષ્ટિ પડી. હીજરાના ત્રેસઠ વર્ષે સલામને ન ધર્મ એક વિકટ તેને વધારે બળ વાળ થઈ પડે. ચારે દિશાએ ઈસ્લામ ધર્મ પ્રચારકે ચાલ્યા, ચારે દિશામાં મહમદની ચંદ્રવાળી ધ્વજા ફડ ફડવા લાગી. ચારે દિશામાં ધર્મ પ્રચારકના ઉત્સાહ નાદ સંભળાયા. તેઓના આત્મત્યાગથી નિષ્ફરત્વથી અને અધ્યવસાયથી * અજમેરને પ્રતિષ્ઠાતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy