________________
૧૮
ટડ રાજસ્થાન
પામવા લાગ્યા. પણ કેઈ તેઓના તેવા દુવ્યવહારને પ્રતિવાદ કરી શકતું નહિ તેઓની એવી ઈચ્છા હતી જે રાજા તેઓના હાથમાં રમકડાની જેમ રહે એ અનર્થ કરી વાસનાની પરિતૃપ્તિ કરવા માટે તેઓ પિતાથી બની શકે તેટલી થેડી પણ સ્વતંત્રતા તેને આપતા નહિ તે કાયમ અસ્વતંત્ર રહે એવી તેઓ ચેષ્ટા કરતા હતા પણ અંગ્રેજ કર્મચારીના પુષ્કળ પ્રયાસે તેઓની ચેષ્ટાઓ છેવટે વ્યર્થ ગઈ.
માનસિંહ અને પોલીટીકલ એજંટ સાહેબની મુલાકાત થઈ મુલાકાત લઈ વિદાય થાતી વખતે તેણે માનસિંહને કહ્યું “ આપ સઘળી વિપતિ થકી મુકત થયા છો તે સઘળું હું જાણું છું. અને આપ કેવી રીતે તે વિપદમાંથી આત્મ રક્ષા કરી શક્યા તે મને અવિદિત નથી, આપે જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રતિ જ્ઞાના પ્રભાવે આપના ઘણા ખરા શત્રુઓનાશ પામ્યા. બ્રીટીશ ગવરમેંટ આ ક્ષણે તમારી મિત્ર છે સાહસ કરી વિશ્વસ્ત હદયે તેના ઉપર આધાર રાખો. જે જે ! થોડા સમયમાં આપનું આશાનું રૂપ ફલ પેદા થાશે. ”
રાજા માનસિંહે આગ્રહથી તે બ્રીટીશ એજંટના સાર ગર્ભ વચન સાંભળ્યાં તેનું હૃદય તેથી આનંદિત થયું. બાળકપણાથી તે આંતરિક ભાવ છાને રાખવા ચતુર હતા. પણ તે આનંદ તેના મુખ મંડળ ઉપર પ્રકાશી નીકળે તેના હૃદયમાં તે રહ્યો નહિ તેણે એજંટ સાહેબને ઉત્તર આપે, “ એક વર્ષના અંદર સઘળું કાર્ય બંધુના અભિપ્રાય પ્રમાણે સાબિત થાશે” તે ઉપરથી બ્રીટીશ કર્મચારી ફરીથી બે “ મહારાજ ! જે આ૫ પ્રકૃતિ પ્રતિજ્ઞ હે તે થોડા સમયમાં તે કાર્ય સુસંપન્ન થાય ” રાજ્યની રાજનીતિને બદેબસ્ત નીચે પ્રમાણે બન્ને વચ્ચે થયે.
૧ ઉપયુકત શાશનનીતિની સંગઠન ૨ રાજ્યની પેદાશ અને ખર્ચની વ્યવસ્થા ૩ ખાસ જમીનની અવસ્થાને તપાસ. વળી અન્યાય અને અધમથી જે સામંત ભૂમિસંપતિ કોકમાં આવી છે તે વિષયમાં આલોચના. ૪ વિદેશીય સેના દળની પુનશ્વેિતા અને પુન:પ્રતિષ્ઠા ૫ રાજ્યના ભિન્ન ભિન્ન પ્રદેશની અત્યાચાર કરતી જાતિને નિગ્રહ. પણ્ય દ્રશ્ય ઉપર જકાતને ભારે બોજે તે સુધારે અને કમી કરે.
ઉપર કરેલી બાબતેમાંથી કેટલીક બાબતો અકર્તવ્ય છે એમ કહી પલીટીકલ એજંડ સાહેબે યેધપુરમાંથી વિદાયગીરી લીધી તેણે રાજ્યધાનીની સરહદ ન છેડી એટલામાં રાજ્યમાં અન નવાં ઉભાં થયાં પ્રપંચી લેકે પોલીટીકલ એજંટને પોતાના સ્વાર્થ સિદ્ધિમાં. વિઘ રૂપ જાણતા હતા. આ સમયે તેની વિદાય ગીરીથી તેઓ આનંદિત થયા તેઓ દુનીતિની વિશંખલા ફરીથી પેદા કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com