SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ ૬૧૫ રહેશે નહિ. ” તે ભ્રાંતની જેમ હસી ઉઠય. પછી સરદારે ઉપર ભ્રકુટી તાણી ચુપકીથી તે બેસી રહશે. પણ સરદારે તેથી નિરસ્ત થયા નહિ. રાજા માનસિંહે તેના સઘળા પ્રસ્તાવ હસી ઉડાડી દીધા. તે પણ તેઓએ આગ્રહ છેડે નહિ. છેવટે રાઠોડ સરદારેએ માનસિંહને પ્રકૃતિસ્થ કર્યો. ત્યારે તેણે રાજયની સઘળી અવસ્થા જાણી તેણે સરદારને અનુરોધ સ્વીકાર્યો. સરદારોએ એકાંત વાસ છોડવા તેને પ્રાર્થના કરી. ત્યારપછી તેણે અનિચ્છાવશે રાજકાર્યનું સૂત્ર હાથમાં લીધું, બ્રીટીશ શાસન સાથે થતા સંધીપત્રની જ પ્રતિજ્ઞા તેણે વાંચી. રાજા માનસિંહે તે સંધિપત્ર આઘોપાત વાગ્યું. તેને મન સતેષ થયે નહી. વિશેષે કરી સંધિપત્રની આઠમી પ્રતિજ્ઞા તેને પસંદ પડી નહિ. તેણે જોયું જે * ભારતવર્ષના તે સમયના શાસન કર્યો હૈડ હેસ્ટીગ્સની અનુ મતિથી ચાર્લસ મોકાફ સાહેબે અંગ્રેજ તરફથી, મહારાજ માનસિંહના પ્રતિનિધિ છત્રસિ હના તરફથી વ્યાસ વિઘનરામ, અને વ્યાસ અભિરામે સભા સ્થળમાં હાજરમાં સધિપત્રમાં સહી કરી. સધિપત્રની પ્રતિજ્ઞા. ૧ માનનીય અંગ્રેજ ઈસ્ટઈડીયા કંપની સાથે મહારાજ માનસિંહ, તેને ઉતરાધીકારી અને તેના વંશઘરનું બંધુત્વ અને એકીભાવ કાયમ રહેશે. અને એક પક્ષના શત્રુ મિત્ર બીજાના પક્ષના શત્રુ મિત્ર ગણાશે. ૨ જોધપુર રાજાને વિપદમાંથી કાઢવા બ્રીડીશ ગવર્મેન્ટ ચેષ્ટા વાળી થાશે, ૩ મહારાજ માનસિંહ, તેને ઉતરાધીકારીઓ અને વંશધર બ્રીટીશ ગવર્મેન્ટની નીચે સોગી રૂપે કામ કરશે. બ્રીટીશ ગવર્મેન્ટની તેઓ આધીનતા સ્વીકારશે, બીજા કોઈ રાજય કે રાજા સાથે તેઓ સંબંધ રાખશે નહિ. ૪ બ્રીટીશ ગવમેન્ટની અનુ. મતિ લીધા વિના મહારાજ માનસિંહ તેના ઉતરાધીકારી કે તેના વંશધર બીજા કોઈ રાજા સાથે કે રાજ્ય સાથે સંધિપસ્તાવ કે સધિબંધન કરી શકશે નહિ. ૫ ખુદ મહારાજ માનસિંહ તેના ઉતરાધીકારી કે તેના વંશધર કેઈના ઉપર અત્યાચાર કરી શકશે નહિ જે ઘટના ક્રમે કોઇની સાથે તેઓને વિવાદ થાય તે તે વિવ દિને ચુકાદો બ્રીટીશ ગવર્મેન્ટ કરશે. આજ સુધી જોધપુર રાજ્ય સિંધીયાને જે કર આપતું આવ્યું છે તે કર હવે અગ્રેજને આપવા પડશે અને એ કરવા માટે સિંધીયા સાથે જોધપુરને જે સંબંધ છે તે તુટવો જે ઇએ. ૭ સિધીયો જ્યારે એ કર મહારાજા પાસે માગશે ત્યારે તેને જવાબ બ્રીટીશ ગવ મેંન્ટ દેશે. ૮ જન આવે ત્યારે જોધપુરરાજે બ્રીટીશ ગવર્મેન્ટને પાંચશે સવાર [ યુદ્ધ માટે ] આપવા પડશે વળી જોધપુરરાજની સેના પ્રજનવશે બ્રીટીશ સેનાની સંયુક્ત કરવી પડશે. ઇ મહારાજા તેના ઉતરાધિકારી કે તેના વંશધર સ્વદેશના શાસનકર્તા થાશે તેઓના રાજ્યમાં બ્રીટીશ શાસન ચાલશેનહિ, ઇ. સ. ૧૮૧૫ના જાન્યુઆરી માસના છઠ્ઠા દિવસે આ સંધીપતસી,ડી, મેડકાર, વ્યાસ વિઘનરામ, અને વ્યાસ અભયરામથી સ્વાક્ષરિત થયું. ત્યારપછી છમાસે મહામાન્ય ગવરનર જનરલના હેસ્ટીંગ્સ, રાજ રાજેશ્વર મહારાજા માનસિંહ, અને કુમાર યુવરાજ છત્રસિંહથી તે અનુમોદીત થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy