SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ -- - શિવજી અને સત્યરામનું અભિગમન. હાલ વાકાનેર આવેલ છે. તે સ્થળથી ભાટર સુધી સઘળે પ્રદેશ નાના નાના સંપ્રદાયના સરદારેના હાથમાં હતે. રાઠોડ વીર શિવજીએ બાલ્યકાળનું લીલાસ્થળ કને જને છોડયું. જે નગરમાં તેના પૂર્વજોએ અતિ ગર્વે રાજ્ય શાસન ચલાવ્યું. તે નગરને તેણે કાયમના માટે છેડયું. હવે તે પિતાની જન્મભૂમિને જોઈ શકશે નહિ. તે રજપુત–ગારવાન્વિત રાઠોડ કુળને ઉપયુક્ત વંશધર–તેનું સિંહાસન ઉપર બેસવું કયાં ગયું ! આજ નિરાશ્રયની જેમ દેશ દેશે ભ્રમણ કરવાનું તેને આવી પડયું ! શિવજીના ઉન્નત હૃદયમાં જુદી જુદી ચિંતા ઉદય થવા લાગી. તે પણ તે નિરાશ થયો નહિ. તે જાતે હતે જે વિપદને સહવી તે રજપુતને ધર્મ છે. શાથીકે વિપદજ સંપદની સૂચના આપી દે છે. પિતાની જન્મભૂમી છેડી થડા સહચરે સાથે તે મરૂ પ્રદેશની પ્રાંત ભૂમિમાં પેઠે. ચારે દિશાએ અનંત વાલુકા સાગર સૂર્ય કીરણે ચમકી તેના હૃદયને વધારે દગ્ધ કરતે હતે. તે દુઃખ સહન કરી કલમ સ્થાને આવ્યું. હાલ જે સ્થળે વિકાનેર નગર છે, તે સ્થળથી પશ્ચિમે દશ કોશ ઉપર કુલમદ અવસ્થિત-તે સમયે તે સ્થળે એક સોલંકી રાજા રાજ કરતા હતા. તેણે શિવજીને મહા સમાદરે ગ્રહણ કર. સોલંકી રાજના આદરવાળા અને ઉદાર વ્યવહારથી શિવજી પ્રીત થયે. અને તેના કરેલા ઉપકાર ઉપર પ્રત્યુપકાર કરવા તેણે ચાહ્યું. તે સમયે લાક્ષ કુલાના નામને એક દુદત રજપુત તે પ્રદેશવાસીઓને અત્યંત પીડા આપતે હતે. લાક્ષ કુલાના પ્રસિદ્ધ જાડેજા કુળમાં ઉત્પન્ન થયું હતું. તેને કુલરા કલ્લે ભીષણ શત્રુઓથી દુભેદય અને અગમ્ય હતે. લાક્ષ કુલાન એ દુશ હતે જે શતકથી તે સાગરકુળ પર્વતના સઘળા લકે તેનું નામ સાંભળી કપાત થાતા. સોલંકી રાજના અનુરે રાઠોડ વીર શીવજી આજ તે દુત લાક્ષ કુલાનની નિરાધે તલવાર લઈ ઉઠયે. કામે યુદ્ધની ગોઠવણ થઈ શોલંકી રાજે શીવજીને સેનાપતિના હફએ નીયે. સત્યરામ અને તેની સાથે બીજા રાઠેડો શિવજીની - મદદે ઉભા રહ્યા. ક્રમે અને દળ વચ્ચે યુદ્ધ થયું. શીવજીએ પિતાના પ્રચંડ પ્રતિદિ ઉપર સંપૂર્ણ જય મેળવ્યે. પણ તે જય ચેડાથી કીત થયે નહિ. તે જયના બદલામાં તેણે જીવન સહચર ભાઈ સત્યરામના અને બીજા વીર રાઠેડાના પ્રાણ આપ્યા. કલમદ પતિ વિજયી રાઠોડ વીર શીવજીને આનંદથી ભેટયે, અને તેના કરમાં તેણે તેની બેનને આપી. ત્યાર પછી શીવજી દ્વારકા તરફ ચાલે. થોડા દિવસમાં તેનું અણહીલવાડ પાટણ નયનગેચર થયું. શાંતિ દુર કરવાને તે નગરમાં ગયે. ત્યાંના અધિપતિએ તેને યેગ્ય સત્કાર કર્યો. શીવજી અણહીલવાડમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy