SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ Zડ રાજસ્થાન હરા, તે યશરાજના આવિભાવને સમય, યતિએ આપેલ વંશ પત્રિકામાં અબ્રાંત રૂપે વર્ણવેલ છે, પણ સૂર્ય પ્રકાશની રાજનામાવલી સાથે યતિએ આપેલ વંશ પત્રિકાની રાજનામાવળીને મુકાબલો કરતાં ફેર આવે છે. કને જનારંગ ભૂમમાં મહારાજ નયનપાલના વંશધરનું અને જયચંદ્રના પુર્વ પુરૂષનું શુદ્ધ અને સાચું ચરિત કે ઈ સ્થળથી નીકળી આવતું નથી. તે પણ જે અસ્પષ્ટ અને સામાન્ય વૃત્તાંત માલુમ પડે છે. તેની સમાલોચના કરી આપણે કહી શકીએ છીએ જે તે રાજાઓ રાઠોડ રજપુતામાં યોગ્ય પુરૂષ હતા અને નયનપાળના યુક્ત અને વીરવંશધરે હતા. તેઓ ક્ષત્રિએ ચિતગુણગણે વિભૂષિત હોઈ, પિતાની સંમાન મર્યાદા જાળવી રાખવા સંપૂર્ણ સમર્થ થઈ ઉઠયા હતા. એકવાર તેના નૈરવથી ભારતભૂમિ ગૌરવાન્વિત થઈ ગઈ હતી. નિણોન્મુખદીપ જેમ અધિક ચળકાટવાળો અને તેજસ્વી થાય છે તેમ સુવિશાળ જ રાજ્ય પિતાના દારૂણ અધપાતના પૂર્વે સમૃદ્ધતા અને આબાદીની ટોચ ઉપર ચઢયું હતું. તેની સમૃદ્ધતા અને આબાદીનું વર્ણન ચંદકવિના મહા કાવ્યમાંથી નીકળી આવે છે. એવી મહા સમૃદ્ધ નગરી કનોજને અધઃપાત જોઈ શકાકુળ થવું પડે છે. હાય ! સ્વદેશ હી જયચંદ્રના પાપાચરણથી તે ગ તનગરી હાલ મસાણ જેવી થઈ ગઈ છે. કેશિક કુળની લીલાસ્થળી કનોજ નગરીમાં રાઠેડ કુળ કેશરી નયન પાળે પિતાની વિજય પતાકા ઈ દીધી, એકવાર તે નગરીને પરિષિ પંદર કોશમાં વ્યાપી રહે હતે. એકવાર તે નગરીમાંરાડેડ કુળની વિશાળ સેના, “દળયાંગળા,” નામે પસિદ્ધ થઈ હતી. તે વિશાળ સેના, જગતની હરકોઈ બલિષ્ટ જાતિની મહા સેના સાથે પ્રતિબંદ્રિતામાં ઉતરવા સમર્થ હતી. સૂર્યપ્રકાશ ગ્રંથમાં તે અહિણના બળનું પરિમાણ નીચે પ્રમાણે છે. એંશી હજાર બસ્તરધારી વીરે, લેખંડની ટોપી પહેરી લડનાર ત્રીસ હજાર સ્વારે, ત્રણ લાખ પ્યાદા સૈનિકો અને બે લાખ ધનુર્ધર અને પરશુધર વીરે એ શિવાય અસંખ્ય રણ માતગે. એ જોરાવર અહિણું લઈ એકવાર રાઠોડ વીર જયચંદ્ર સિંધુનદીના દૂર રહેલ સ્થળે યવન રાજના પ્રચંડ બળને અટકાવવા ગયે હતું. તેમાં હબશી રાજા અને તેના ફેંક ૩૯ વીર મહારાજ જયચંદ્રના સાથે પરાજીત થયા. જે ચેહાણ રજપુત, રાઠોડ રજપુતના કાયમના દુશ્મન હતા, તે ચોહાણું રજપુતના ભટ્ટ પણ રાઠોડ રજપુતની વીરગાથા ગાતા હતા. તેઓએ નયન પાળને * જેરૂસલેમમાંથી પલાયન કરી આવેલ કોઈ ઝેડ સેના હોવી જોઇએ, ચંદબારોટના મહાકાવ્યમાં વર્ણવેલ છે જે કાંક લોકો શાહબુદદીનના લશ્કરમાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy