SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ટોડ રાજસ્થાન. તે યુવાનસિંહજ* રાણા ભીમસિંહનું વૃદ્ધાવસ્થાનું અવલંબન તે યુવાનસિંહજ રાણ ભીમસિંહનું નયનનું તિ હતું. તે યુવાનસિંહજ રાણાના બળેલા હૃદયનું શીતળ કુંજ હતું. તે યુવાનસિંહનું મુખ જોઈ રાણે સઘળાં દુઃખ વિસરી ગયે. તેણે મનમાં સ્થિર કર્યું હતું, જે તે પુત્રવાન હોઈ ગિહેટકુળનું નામ રાખશે, પણ દુર્ભાગ્યવશે. યુવાનસિંહ નિઃસંતાન અવસ્થામાં રહ્યો. સ્વદેશની દારૂણ દુરવસ્થા જોઈ કેવળ મર્મપીત થઇ વિર સંગ્રામસિંહે, કાપુરૂષ અજીતસિંહને જે અભિશાપ આપ્યા હતા. તે સંપૂર્ણ ફળવાળા નીવડયા. તે શોચનીય દુર્ઘટતા ઘટી, તેના પછી બે માસે તેની પ્રાણ પ્રતિમા વનિતા અને બે પુત્રી મરણ પામી. તેના સંસારિક સુખનાં બંધન છેદાઈ ગયાં, હૃદયને અમૃત પ્રશ્ન વણ સુકાઈ ગયે. પાશવી વૃત્તિને કીતદાસ અજીતસિંહ આજ સંસાર ત્યાગી અને રાહત થયે. આજ વૃદ્ધાવસ્થાની હદમાં પગલું મુકવાથી તેણે કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાનો વિચાર કર્યો. જે કુટીલકટાક્ષમાં કાયમ કપટતા રહેતી હતી તે કટાક્ષ આજ કપટ વિનાનાં અને સરળ થયાં. જે પાપ રસના ઉપર કાયમ પરનિંદાનાં વા હતાં. તે રસના આજ રામના ગુણગાને રત થઈ. વળી જે હસ્તે કેવળ પાપના કામ કરવામાં સહાય કરી તે હસ્ત આજ પવિત્ર હરિનામની માળા ફેરવતે જોવામાં આવ્યું પણ તેનું હૃદય આજ પણ પવિત્ર થયું નહિ. તેના હૃદયમાંથી અપવિત્ર ભાવ ગયે નહેતે, તે પિતાના પા૫ છેવા મંદિરે મંદિરે ભટકતે હતે. દરિદ્ર લોકોને અન્નવસ્ત્ર પૈસા વગેરે આપતે હતા. પણ તે પાશવી દુરાકાંક્ષા તેના હૃદયમાંથી દુર થઈ નહિ. જે સઘળાં પાપાચરણથી અકારણે કૃષ્ણકુમારીનાં પ્રાણ ગયા તે સઘળાં તેના પાપા ચરણથી તેનું બગડેલું હૃદય ગંગાનાં પવિત્ર પાણીથી પણ પવિત્ર થાય તેમ નહોતું. ઉપરની ઘટના ઘટયા પછી અજીતસિંહના પરમ બંધુ આમીરખાંએ, ભારત વર્ષની રાજન્ય સમિતિ સાથે એકતા અને મિત્રતા બાંધી. જેણે ભયંકર પાપ કરી પિતાના હાથ કલંકિત કર્યો. તે આશામીનાહાથ પુણ્યદાન કયથી પવિત્ર થાય નહી. આમીરખાએ દસ્યતા અને પારદ્રવ્યળુંઠનના સહાયે પાશવી સ્વાર્થ પરતાનું સાધન કર્યું હતું. તેથી તેનું નામ લેકમાં ઘણાપાત્ર અને નિંદાભાજન થયું. વળી કૃષ્ણકુમારીના અકાળ મૃત્યુથી તે માટે વિશ્વાસઘાતક કહેવાય, હાય ! આ જગત્ વિશ્વાસઘાતકતાની અને સ્વાર્થ પરતાની સાધન ભૂમિ છે, નહિતે પાપાચારીની ઉન્નતિ કેમ થાય, મહાત્મા ટોડ સાહેબે કહેલ છે. જે “ યુવાનસિંહ, વિચિકા રોગાક્રાંત હોઈ મૃતકલ્પ થઈ ગયો હતો.આ વિષય એકે ઉદયપુરમાં સહુની પહેલાં તેને તે રોગ થયો. જે સમયે રાજકુમારને તે રોગની પીડાને પ્રાદુર્ભાવ થયે હતું. તે સમયે હું તેની શવ્યા પાસે બેઠે હતે. થોડા સમય પછી તેણે આનંદકા નયને મારી સામે જોયું, તેનું કતજ્ઞતાનું કટાક્ષ હું ભુલ્યો નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy