________________
રાણા પ્રતાપસિંહનું સિંહાસનારાણુ
૨૫૭
નિરૂત્સાહિત થયેા નહિ.
વીરાવ પ્રતાપસિંહની અનુલનીય સહિષ્ણુતાનું અદમ્ય સાહસનું અને અલૈાકિક અધ્યવસાયનુ વિવરણ ઘેાડા સમયમાં સમ્રાટ અકબરના કાને પહેાંચ્યું. તે અતીવ ચમકૃત થઈ રજપુતવીરાને પુષ્કળ સાધુવાદ અને ધન્યવાદ આપવા લાગ્યા. તે સઘળી જનસુતિ સત્ય છે કે મિથ્યા, તે જાણવા માટે પ્રતાપસિંહના ગુઢ નિવાસમાં તેણે ગુસ ખાતમીદારો મોકલ્યા. તે ખાતમીદારેાએ જોયું જે પ્રતાપસિંહ પેાતાના સામત સરદારાથી પરિવૃત થઇ એક વિશાળ વૃક્ષ તળે તૃણાસન ઉપર બેસી ભેાજન લે છે, અને ચેાગ્ય આસામીને આનંદથી રાજપ્રસાદને ક્રૂના આપે છે. તે ગુસ ખાતમીદારે સમ્રાટની પાસે આવી સઘળી હકીકત કહી. તે સાંભળી રાજસભામાં મેટી ભક્તિને ઉદય થયેા. સઘળા પ્રતાપસિહુના બેહદ માહાત્મ્ય ઉપર વિભૂષ થઈ તેની પ્રશંસા કરવા લાગ્યા.
દુર્ભાગ્યના કહેર અંકુશતાડનથી અનાહારથી અનિદ્રાથી અને જુદી જુદી ભય‘કર ચત્રણાથી પણ પ્રતાપસિંહ પેાતાની પ્રતિજ્ઞાથી વિચલીત થયે નહિ. પણ જેએ તેને પ્રાણથી વહાલા હતા. જેએના સમાન સભ્રમ જાળવી રાખવા તે પુષ્કળ દુઃખ ભાગવતા હતા, તેઓના બેહદ કષ્ટ જોઈ પ્રતાપસિંહની દઢતા દૂર જાતી હતી. તે ઉન્મતની જેમ કાઈ કોઇવાર દારૂણ શેાક કરી બેસતા હતા. હૃદયની પ્રીતિક્રાચિની વનિતા ગિરિગહનમાં ખીલકુલ નિરાશ્રય થઈ પડી રહેતી હતી. તેને રાજકુમાર રાજભાગ્ય વસ્તુથી વંચિત થઇ ઘણા દિવસ અનાહારે રહેતા હતા. એકવાર દુ શત્રુએના આક્રમણથી ઘેાડાકાળ મુક્તિ પામી, પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે અરણ્ય વિરામ સભાગ કરવા લાગ્યા. તે સમયે તેની મહિષી અને તેની પુત્રવધુ તૃણખીજનું ચુર્ણ કરી તેના રોટલા બનાવતાં હતાં. તે રોટલાને અર્ધ ભાગ તેઓએ ખાલક ખાળિકાને વહેંચી આપ્યા. ખાકીના અભાગ ભવિષ્યના માટે રાખ્યું. પ્રતાપસિંહ પડખે તૃણશય્યા ઉપર સુઈ પેાતાના ભાગ્યના વિચાર કરતા હતા. એટલામાં તે પોતાની દુહિતાના મમ ભેદી ચિત્કાર સાંભળી એકદમ ચમકી ઉઠયેા.
તેના ચિ’તસ્માત સહસાબ ધ પડી ગયા. વિસ્મય વિસ્ફારીત નયને રાતી ખાલીકા તરફ તેણે જોયુ તે એક જંગલી ખીલાડા અડધી રોટલી લઈ ચાલ્યેા ગયે. તે જોઇ દુહિતા રૂવે છે. પ્રતાપસિંહનુ ભેજી ફરી ગયુ તેણે ચારે તરફ અંધકાર જેયુ. આજ દિન સુધી તેનેા અધ્યવસાય અને સાહસ અદમ્ય અને અક્ષુણ્ણ હતું. ભયંકર યુદ્ધક્ષેત્રમાં તેના પુત્ર વિગેરે સંબધીએએ, પોતાના જીવનના ત્યાગ કયા છે, એમ પ્રતાપસિંહના જાણુમામાં હતું તેપણ તેથી તે નાહિમ્મત નહાતા, શાથી કે તે જાણતા હતા જે, જે કત્મ્ય સાધન કરવા તેએ આ પૃથ્વીમાં પેદા થયેલ છે, તે કશ્ય પુરૂ કરી તેએ આ પૃથ્વી છેડી અમરધામમાં ગયા છે,
33
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com