SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા પ્રતાપસિંહનુ સિહાસનારોહણ ૨૫૧, લક્ષરી, મેાગલ વીરાએ, ચારે તરફથી આવી પ્રતાપસિંહને ઘેરી લીધા. તેણે ત્રણ વાર પેાતાના જીવિતની રક્ષા કરી. પ્રતાપસિંહના માથા ઉપર રાજછત્ર હતું. તે તેણે ત્યાગ કર્યું નહિ. પણ તેને વિષમ સકટ આવી પડયું. આ સમયે યુદ્ધ કરતા કરતા શત્રુત્તુળમાં આવી પહેાંચ્યા. તેની પાસે સામત સરદાર કાઇ નહેાતું તેની ચારે તરફ શત્રુસેના હતી. શત્રુએ હાથમાં તલવાર લઇ પ્રતાપસિહુ ઉપર દોડયા. પ્રતાપસિંહે પેાતાની હાલત સારી રીતે જોઈ લીધી. તે સમયે કે તેનું જીવન સંકટમાં છે. તોપણ તે એક ક્ષણના માટે નિરૂત્સાહ થયા નહિ. કઠાર ઉદ્યમે અદમ્ય અધ્યવસાયે અપૂર્વ ખડગચાલથી, તેણે શત્રુ સેનાને વિત્રાસિત કરી ધી. શત્રુ પક્ષનું દમન કરતા તે ઉન્મત માત ́ગની જેમ રણ સ્થળે ફરવા લાગ્યા. : ના અવિરામ શસ્રાઘાતે, તેના અગ પ્રત્યંગ ઉપર સાત ઘા થયા હતા, તેાપણુ પસિ’હને શાંતિ નહોતી, તે ગભરાયા નહાતા, પણ પોતે એકલા હાઈ અસખ્ય માત્રુ સૈનિક સાથે શી રીતે લડી શકે, તેણે જાણ્યું જે આ અવસ્થામાં યુદ્ધસ્થળે થાડા સમય રહેવાનુ થાશે તે પ્રાણ એક ક્ષણમાં ચાલ્યા જાશે, અદભૂત રણુ નૈપુણ્ય ખતાવી તે તે સ્થળની બહાર નીકળી ગયા, એટલામાં દૂરથી જય પ્રતાપના જય ! એવા અવાજ સાંભળવામાં આવ્યેા, પ્રતાપનું હૃદય ખમણા ઉત્સાહે ઉત્સાહિત થયું. તે સદલસિંહ નાદ કરી ઉઠયા, છત્રધરે તેના માથા ઉપર ઉત્સાહથી છત્ર ધર્યું' તેટલામાં વીરવર ઝાલાપતિ માન્ના કુદી પ્રતાપસિંહની પાસે આવ્યે. વીરવર માનાએ રાજચિન્હ છત્ર પ્રતાપસિંહના મસ્તક ઉપરથી લેવરાવી પેાતાના મસ્તક ઉપર ધારણ કરાવ્યું. મેવાડના વાવટા ઉંચા કરાવી, શત્રુ સેના મધ્યે તે ચાલ્યા. તે રાજચિન્હ જોઇ શત્રુઓએ ઝાલાપતિને રાણા પ્રતાપસિ’હું છે, એમ ગણ્યા. તેઓ તેના સંહાર કરવાના અભિપ્રાયે તેની ઉપર દોડયા પ્રતાપસિંહે દૂર રહી જોયુ જે વીરવર પાન્ના પોતાના અપૂવ જોર સાથે લડે છે, છેવટે તે વીરવર તેના સૈનિકા સાથે રણાંગ, પડયા. વીરવર પ્રતાપસિંહને કાંઇ સારૂ` ફળ મળ્યું નહિ. મેગલ સેના સોગણી અધિક તેમાં વળી તે સેના પાસે તાપેા, ખદુકા વીગેરે અન્યત્ર હતા. પ્રતાપસિંહની સેના તેની પાસે કેટલી ક્ષણ ઉભી રહે ! રજપુતેામાંથી ઘણા રજપુતા સ્વદેશના કલ્ચાણ માટે રાંગણમાં પડયા. તે દિવસે રાંગણ થકી રજપુત સેનાના ખાવીશ હજાર સૈનિકેામાંથી આઠ હજાર સૈનિકે પાછા આવ્યા. હલદીઘાટના પહેલા દિવસના યુધ્ધે પ્રતાપસિંહ ચૈતક ઉપર બેસી મહાર નીસરી પડયેા હતેા,તેનું સઘળુ અંગ ક્ષતવિક્ષત અને રક્તાક્ત હતું. દુ મરણ શ્રમે તે ખીલકુલ પરિશ્રાંતથયા હતા. તેના પ્રિયતમ અશ્વ ચૈતક પણ તેની માફક પરિશ્રાંત થઈ પડયા હતા, તોપણ તે પોતાના પ્રભુને પોતાના પૃષ્ઠ ઉપર રાખી પત પ્રદેશ તરફ ચાલી ગયા. પણ તેમ થવાથી પ્રતાપસિંહ નિરાપદ નઙેતે. એ મેાગલ સૈનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy