SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ રજપુતોને સ્ત્રી વિષયક શિષ્ટાચાર ૧૫૯ સંબંધીઓને સંહાર કરે છે એવી ખબર દુરાચારી રણમલને પડી નહતી મદિરાના કેફમાં, અફીણના કેફમાં અને એથી વધારે માડક કામના કેફમાં વૃદ્ધ રણમલ પિતાની જીવનતિષીણ બહુળતામાં વળગી કેવળ બેભાન થઈ પડયે હતો જઘન્ય કામ વૃદ્ધિનું અનુસરણ કરી દુરાચાર રણમલે સતીનું અમુલ્ય ધન પતિવૃતાપણું ખંડિત કર્યું હતું. આજ એકદમ તેના દુષ્ટ કામનું ફળ તેને મળવાનું છે, આજ તે સ્ત્રીના દારૂણ પ્રવરતાપે તેને સર્વ નાશ થશે, આજ દુષ્ટ રણમલ આ લકને પરિત્યાગ કરી પુષ્કળ વેદના ભોગવવા નર્કમાં જાશે. રજપુત મહીલાનું સત્તમ સતીત્વધન પાખંડ રણમલે હરણ કર્યું તેથી સર્વ શક્તિમાન વિધ્વંભર પાસે તે અદોશીત ગણાશે? આટલા દિવસથી રણમલના અસદાચરણ યુકત પ્રતિફળ આપવા જે સુગની રાહ જોવાતી હતી તે સુયોગ, પિતેજ આવી પહં. રજપુત સ્ત્રી ધીરે ધીરે શય્યામાંથી ઉઠી, તે દુવૃત્તની મારવાડી પાઘડી ઉખેળી તેને તેનાથી તેણે શય્યા સાથે દ્રઢ રીતે બાંધે. તે પણ રણમલ્લને નિદ્રા ભંગ થયે નહિ. રણમલને તેના ભાગ્યના કઠેર અને ભયંકર હસ્તમાં સોંપી. તે સ્ત્રી ચાલી નીસરી. ઘેડા સમયમાં ચંડના સિનિકે યમદૂત પ્રમાણે તે ઘરમાં પેઠા. તે પણ તે નિશાબાજ પાંખડીને નિદ્રા ભંગ થયે નહિ. જ્યારે ચંડના સૈનિકની માટી ચીસે તેણે સાંભળી, કે તરત તેનો નિશે તેની નિદ્રા સાથે ભાંગ્યો. તેણે આંખ ઉઘાડી જેવું જે સંકટ પાસે આવી ઉભું છે. શત્રુના રણોન્મત દળથી પોતાનું ઘર ભરાઈ ગયું. સઘળા તેઓની તલવાર સાથે તેની શય્યા તરફ દોડયા. નિદારૂણ કોપથી અને ઘાસાથી તેનું સઘળું અંગ સળગી ઉઠયું. શસ્યામાંથી જલદીથી ઉઠવા રણમલે ચેષ્ટા કરી પણ મનોહીનીની પ્રણયશંખળાએ બંધાયેલ હોઈ તે ઉઠી શકે નહિ. પુષ્કળ પ્રયત્ન અને ચેાએ મૂઢ રણમલ શય્યા થકી ઉભે થયે ખરે, પણ તે દુસાદ્ય પ્રેમ બંધનથી છુટ થઈ ઉભો થઈ શકે નહિ. છેવટ રણમલ્લે તે સઘળી શય્યા સહિત ઉભે થયે. તે શય્યા, તેના પૃષ્ટ દેશ ઉપર હોવાથી કાચબાની ઢાલને આકાર ધારણ કરતી હતી. પાસે એક પીતળનું પાન પાત્ર હતું. કેઈ પણ શસ્ત્ર હાથમાં ન આવવાથી રણમલ્લે તે પાન પાત્રથી કેટલાક સૈનિકને ભૂમિ ઉપર સુવારી દીધા. પણ અગણ્ય શત્રુ સૈનિકમાં તે શી રીતે વિશેષવાર બચી શકે એક દમ એક બંદુકની ગોળીના પ્રહારથી તે બનશીબ મરણ પામ્ય. અનેક લોકોને વિશ્વાસ છે જે આય લોકો, હાલની બંદુક અને તોપ જેવા અસ્ત્રથી વાકેફગાર નહેતા અને પુરાણાદિ ગ્રંથોમાં જે આગ્નેયાસ્ત્રનો વિષય માલુમ પડે છે તે સઘળું કવિકલ્પના પ્રસ્ત છે. અમે ભૂકન કઠે બોલી શકીએ છીએ જે જેઓની એવી ધારણા છે. તેઓ સંપૂર્ણ બ્રાંત છે બંદુકના જેવા અને તપના જેવાં અસ્ત્રો ઘણું જુના કાળથી આર્યો વાપરતા આવ્યા છે. વેદમાં તપ જેવા અસ્ત્રની વાત છે શુક્રનીતિ નામના ગ્રંથમાં બંદુક અને તેને વિષય નીચે પ્રમાણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy